Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

મોરબીના પીપળીમાં ગંગાબેન મુંધવાનું પતિના વાહનમાંથી પડી જતાં મોત

રાજકોટ તા. ૧૮: મોરબીના પીપળી ગામે રહેતાં ગંગાબેન નારણભાઇ મુંધવા (ઉ.વ.૫૫) પતિના મોટર સાઇકલમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. પીપળી રહેતાં ગંગાબેન તા. ૭/૫ના રોજ સાંજે સાડા સાતેક વાગ્‍યે પતિના મોટર સાઇકલમાં બેસીને  જતાં હતાં ત્‍યારે મહેન્‍દ્રનગર અને ઘુંટૂ વચ્‍ચે પહોંચતા બાઇક સ્‍લીપ થઇ જતાં ગંગાબેનને ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ગત રાતે મોત નિપજતાં હોસ્‍પિટલના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પ્રાથમિક કાગળો કરી મોરબી તાલુકા પોલીસને મોકલ્‍યા હતાં. 

(11:40 am IST)