Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

લીંબડીના ચાચકા ગામે ક્ષત્રીય યુવકોએ રોષ ઠલવ્‍યો : ભાજપના કાર્યકરોને ભગાવ્‍યા

રાજકોટઃ લીંબડીના ચાચકા ગામે રૂપાલા હટાવ ક્ષત્રીય આંદોલન' ના પડઘા પડયા છે. આ ગામે ચુંટણીના પ્રચાર માટે ગયેલા ભાજપના કાર્યકરોને ક્ષત્રીય યુવાનોના સમુહે ભારે આક્રોશ સાથે ધકકે ચડાવ્‍યા હતા. જેના વિડીયો વાયરલ થયા છે. ચર્ચાતી વિગત મુજબ કાર્યકરોએ લીંબડી પંથકના સિનીયર આગેવાનને આ અંગે જાણ કરતા તેઓ પણ દોડી આવ્‍યા હતા પરંતુ સ્‍થળ પરનું વાતાવરણ જોઇ તેમણે પણ રોષ ઠંડો પાડવાની કોશીષ કરી ત્‍યાંથી નિકળી જવાનું વલણ અપનાવ્‍યું હતું. હવે ગામે ગામ ભાજપ વિરોધી રોષ પ્રગટી રહયો છે

(4:27 pm IST)