Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ગોંડલમાં ૪૫ હજાર સ્‍ક્‍વેર ફૂટમાં મતદાન જાગળતિ માટે વિદ્યાર્થીઓની મદદથી આંગળીની પ્રતિકળતિ તૈયાર કરાઈ

ગોંડલઃ  લોકસભા સામાન્‍ય ચૂંટણી ૨૦૨૪ ને અનુલક્ષીને ૭૩ ગોંડલ વિધાનસભા મતદાર વિભાગમાં વધુ મતદાન થાય, તે આશયથી મતદારોને જાગળત કરવા હેતુ, કલેક્‍ટર  પ્રભવ જોશીની સૂચના અનુસાર, નાયબ કલેક્‍ટર રાહુલ ગમારાના માર્ગદર્શન તળે, ગોંડલ શહેર મામલતદાર  દિપકભાઈ ભટ્ટ અને ગોંડલ ગ્રામ્‍ય મામલતદાર  રાહુલભાઈ ડોડીયાની જહેમતથી  ગોંડલની સગરામસિંહજી હાઇસ્‍કુલ ખાતે ૪૫,૦૦૦ સ્‍ક્‍વેર ફીટ માં હું મતદાન કરીશ તેની પ્રતિકળતિ તૈયાર કરી, ગોંડલની શાળાના આશરે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહી અને આ પ્રતિકળતિ ને ઓપ આપેલ હતો. પ્રતિકળતિ તૈયાર કરવામાં ગોંડલના પ્રખ્‍યાત ચિત્રકાર  મુનિરભાઈ બુખારીએ જહેમત ઉઠાવી હતી. ફોટોગ્રાફી ડ્રોન માટે પત્રકાર- ફોટોગ્રાફર ભાવેશભાઈ ભોજાણીએ સેવા આપી હતી. અને બાળકોને એનર્જી ડ્રિંક અને બિસ્‍કિટ આપવામાં આવ્‍યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ ગોંડલ, ટીમ મતદારયાદી, ગોંડલના પ્રબુદ્ધ નાગરિકો અને  ગોંડલ ની તમામ શાળાના સંચાલક અને વિદ્યાર્થીઓનો સાથ સહયોગ સાંપડ્‍યો હતો.( તસવીર-અહેવાલઃભાવેશ ભોજાણી-ગોંડલ)

(4:08 pm IST)