Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

વિસાવદરના ‘રૂપલધામ'માં ધર્મસભાઃ ચૈત્રી નવરાત્રિમાં સાધુ-સંતો-સમાજ શ્રેષ્‍ઠીઓની ઉપસ્‍થિતિ

આઈ શ્રી રૂપલ માંના દર્શનનો અનેરો લ્‍હાવો હાંસલ કરી ધન્‍યતા અનુભવતા ભાવિકોઃ માં કનકેશ્વરી દેવીજીના મુખેથી ભકિતભાવની અમૃતધારા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૮: વિસાવદર તાલુકાના રામપરા રૂપલધામ ખાતે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવની ઉજવણી ચાલી રહી છે. રૂપલધામ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં ગુજરાત ભર માંથી સાધુ,સંતો,ચારણ આઈઓ,દરેક સમાજના આગેવાનો,અને ધાર્મિક જગ્‍યાના મહંતો પધાર્યા હતા.ચારણ સમાજ હમેંશા દરેક સમાજને માત્ર આસ્‍થા અને વિશ્વાસ ને શિક્ષણની રાહ ચીંધી છે. દરેક સમાજને સાથે રાખી હર હંમેશ સેવા કાર્ય કરવામાં ચારણ સમાજ આગળ હોય છે.સનાતન ધર્મ અને સંસ્‍કૃતિ ને ઉજાગર રાખવા ચારણ સમાજમાં ઘણા દેવી શક્‍તિ આઇઓ અવતર્યા છે.જેમાંથી એક દેવી શક્‍તિ આઈ રૂપલ મા માત્ર નવ વર્ષની ઉંમરે માતાજીની ભક્‍તિ અને સેવા કાર્યની જયોત પ્રજવલિત કરી છે. આઈ રૂપલ મા એ સમાજના બાળકો સારું ભણે તે માટે શિક્ષણ પર ખૂબ ભાર મૂક્‍યો છે. ચૈત્રી નવરાત્રિના નવલા નોરતે રામપરા ખાતે વિવધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.જેનો હજારો ભાવિક રોજ રૂપલધામના આંગણે માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્‍યતા અનુભવે છે. આઈ રૂપલ માએ રામપરા ચૈત્રી નવરાત્રિ મહોત્‍સવમાં આવતાં દરેક વ્‍યક્‍તિને લોકશાહીના પર્વ પર મતદાન કરવા અપીલ કરી હતી. બોટાદથી આવેલ રૂપલ માના સેવક કવિરાજ મહેશભાઈ ગઢવીએ જણાવ્‍યું હતું કે ચૈત્રી નવરાત્રીના પાવન અવસરની ઉજવણી રૂપલધામ ખાતે થઈ રહી છે. રૂપલ માના સંકલ્‍પ કાર્યોથી ચૈત્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં નવદુર્ગા શક્‍તિપીઠ મંદિરનું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, દેવી ભાગવત કથા, રાસ ગરબા તેમજ રાત્રે લોક ડાયરો, અને સમૂહ લગ્નનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. સાધુ સંતો સેવકો અને માઈભક્‍તોની બહોળી સંખ્‍યા વચ્‍ચે ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.નાની ઉંમરે રામપરાની તીર્થ ભૂમિ રૂપલ ધામ ખાતે ચારણ જગદંબાએ નવદુર્ગા શક્‍તિપીઠ રૂપે,નાગબાઈ માના ફળા, દેવી દેવતા, ગણેશજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અનેક સંતો મહંતો અહીં પધારેલ હતા.

ચારણ સમાજ ઍ સનાતન સંસ્કૃતિના વાહક તરીકે કામો કરતા આવ્યા છે. સનાતન ભારતી સંસ્કૃતિની ઉજળી પરંપરામાં શિવ અને શક્તિની આદી ઉપાસના રહી છે. સનાતન ભારતીય સંસ્કૃતિના ધારક સાધુ સંતોની ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સૌરાષ્ટ્રની અલગ અલગ ધાર્મિક જગ્યાઅોના સંતો મહંતો અને કથાકારો રૂપલ ધામ ખાતે પધાર્યા હતા. ધર્મસભામાં અનેક સાધુ સંતો ભુવા આતા અને દરેક સમાજના આગેવાનો પધાર્યા હતા. તમામ સાધુ, સંતો, આગેવાનો,સેવકો અને લાખો માઈ ભક્તોઍ રૂપલ માના દર્શનનો લ્હાવો લઈ તેમના આશીર્વાદ લીધા હતા. રૂપલધામ ખાતે ચાલતા ચૈત્રી નવરાત્રી મહોત્સવમાં રૂપલ માઍ રામપરા પધારતા દરેક ભાવિકોને ઍક સંદેશ પાઠવ્યો હતો. આપણે સૌ ભારતમાં રહીઍ છીઍ તે ભારત ઍ માત્ર ઍક ધરતીનો ટુકડો નથી પરંતુ ભારત ભાગવત ચેતનાનો ઍક પિંડ છે. આ ધરતીમાં લોકશાહીની પરંપરાનું ઍક ઉજળું પર્વ ઍટલે કે ચૂંટણી આવી રહી છે. ત્યારે આગામી તારીખ સાતમી મેના દિવસે મતદાન છે. જેથી આઈ શ્રી રૂપલમાઍ સૌ દેશવાસીઅોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. મઢડા સોનલધામ થી પધારેલ ગિરીશ આપાઍ જણાવ્યુ હતું કે રામપરા રૂપલધામ ખાતે ખૂબ ધામધૂમ થી ચૈત્રી નવરાત્રી નિમિતે ­તિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્ના છે. અહી ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી દેવી ભાગવત કથાનું સૌને રસપાન કરાવ્યું.ચારણોમાં અનેક આઈઅો માંથી ઍક રૂપલ માં છે. માત્ર નવ વર્ષની ઉંમર માં રૂપલમાઍ યજ્ઞ કર્યો હતો. જેમાં સાળા ત્રણ પહાડા અને અઢારે વરણને સાથે રાખી યજ્ઞ કર્યો હતો. આઈ રૂપલ માઍ કોઈ બાળક શિક્ષણ થી વંચિત ના રહે તે માટે વિદ્યાર્થી ભવન સંકુલ નું નિર્માણ કર્યું છે..અંધશ્રદ્ઘા થી દૂર રહી સર્વે સમાજને સાથે રાખી સેવા કાર્યો કરવાનો સંદેશો આઈ રૂપલ માઍ આપ્યો છે. ધર્મ સભામાં ગુજરાત ના તમામ જગ્યાઍ થી અનેક સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિ હતી. રામપરા ખાતે નવદુર્ગા શક્તિ પીઠ મંદિરની ડીઝાઈન બનાવનાર આર્કિટેક ભાવિન સોમપુરાઍ જણાવ્યુ હતું કે આજ થી બે વર્ષ પહેલા આ મંદીરની ડીઝાઈન બનાવવાનું શરૂ કર્યુ હતું. રૂપલધામ ખાતે જે નવદુર્ગા શક્તિ પીઠ મંદિરનું કામ મને સોંપ્યું તે માટે હું ખૂદ ને ભાગ્યશાળી માનુ છુ.આ મંદીરનું નિર્માણ કૂર્મ ­ધાન છે જે સૌરાષ્ટ્ર માં ખૂબ અોછું જાવા મળે છે. આ મંદીર માં ૧૫૦૦ થી વધુ ધાંગધ્રાના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં મકરાણા માર્બલ પણ વાપરવામાં આવ્યો છે. બીજા પથ્થરો કરતા આ મારબલનું આયુષ્ય હજાર ગણું માનવામાં આવે છે. રૂપલ ધામ ભાવિકો માટે શ્રધ્ધા અને આસ્થાનુ કેન્દ્ર બન્યુ છે.

(10:15 am IST)