Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો: ખેડૂતોને ભારે નુકસાન

ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ

ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમા ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમાં કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

(12:23 am IST)