Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

મોરબીમાં રોટરી કલબ દ્વારા વિદ્યાર્થીઓ માટે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો: શાળાના ૧૦૮ વિદ્યાર્થીઓએ લાભ લીધો

મોરબી :રોટરી ક્લબ ઓફ મોરબી રીલીફ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ મોરબીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શાળા ખાતે વિદ્યાર્થીઓનો દંત ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પનો શાળાના ૧૦૮ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો

કેમ્પમાં મોરબીના ડો. ભોરણીયા, ધો. ધારાબેન કાસુન્દ્રા, ડો. માધવીબેને સેવા આપી હતી બાળકોને દાંતની સ્વચ્છતા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ રોટરી ક્લબ મોરબી અને રોટરી ક્લબ મોરબી રીલીફ ટ્રસ્ટ તરફથી બાળકોને ટૂથપેસ્ટ અને ટૂથબ્રસ ભેટસ્વરૂપે આપવામાં આવ્યા હતા
કેમ્પમાં રોટરી ક્લબના પ્રમુખ અશોકભાઈ મહેતા, સેક્રેટરી રસેશભાઈ મહેતા, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ દોશી, પાસ્ટ પ્રેસિડેન્ટ હરીશભાઈ શેઠ ઉપસ્થિત રહયા હતા તેમજ રાષ્ટ્રીય શાળાના બહેન ચંદ્રલેખાબેને પ્રોજેક્ટમાં સહયોગ પૂરો પાડ્યો હતો.

   
 
(12:10 am IST)