Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અમરેલી જિલ્લાના શિક્ષકોની પ્રવૃતિ શિક્ષણ શિબિર સાસણગીરમાં યોજાઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૮ : અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્‍યાય ફોરેસ્‍ટ ડીપાર્ટમેન્‍ટ સાસણગીર તેમજ માધ્‍યમીક શિક્ષક સંઘના પ્રમુખ વસરા તેમજ પ્રકૃતિ પ્રેમી આચાર્ય સંઘના ભુતપુર્વ પ્રમુખ અજિતસિંહ ગોહિલના માર્ગદર્શન નીચે બે દિવસ માટે પર્યાવરણ જાગૃતિ માટે બે દિવસ શિબિરયોજાઇ હતી. જેમાં અજીતસિંહ ગોહિલે કહયુ કે આપણે અને આવતી પેઢીને અનોખા અભિગમ અભિગમના માધ્‍યમથી જગતના બાળકોના સર્વાગી વિકાસના માતા પિતા એવા શિક્ષકોને સંબોધીને ખુબ જ સુંદર રીતે કહેવામાં આવ્‍યું છે જે ખુબ જ પ્રસનીય રહયુ. દરેક શિક્ષકે નિષ્‍ઠાપુર્વક પોતે કરશે તેવું પ્રણ લીધુ.

આ તકે ફોરેસ્‍ટ વિભાગના ડોંગરભાઇ તેમજબંને બહેનો સાસણગીર એજયુકેશન કેમ્‍પસ ડાયરેકટર કરસનભાઇ વાળાએ માહિતગાર કરેલ તેવું ઇકો ઓફિ. ભટ્ટ  ભિખેશભાઇ અમૃતવેલ હા.મ.શિ.એ જણાવેલ હતુ.

(1:41 pm IST)