Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી મહિલાને ગાળો આપી ધમકી આપી

તારા પતિને પતાવી દેવો છે.. તને પણ ગમે ત્‍યારે ઉપાડી જઇશ તેમ કહી

મોરબી,તા.૧૮ : વીસીપરા ખાતે જૂની અદાવતનો ખાર રાખી એક શખ્‍સે ‘તને ગમે ત્‍યારે ઉપાડી જઈશ' કહી પરિણીતાને ધમકી આપી આપ્‍યાની ઘટના સામે આવી છે. આ મામલે પરિણીતાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.   

મોરબીના વિસીપરામાં રહેતી રાજેશ્વરીબેન ધર્મેશભાઇ મેરે આરોપી  તોફીક ઉર્ફે તોફલો ઈબ્રાહીમભાઇ ચાનીયા વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આજથી ત્રણ મહીના પહેલા આરોપી તોફીક વિરૂધ્‍ધમા ફરીયાદ કરેલ હતી. જે બાદ તારીખ ૧૭ના રોજ તેઓ તેમના ઘરે સાસુ સાથે ફળીયામા બેઠા હતા. એ સમયે આરોપી તોફીક ઘર સામે આવી ઉભો રહ્યો અને  કહેવા લાગેલ કે,શું કરી લીધુ મારા વિરૂધ્‍ધ ફરીયાદ કરીનેઁ તેમ કહીને ગાળો આપીને કહ્યું હતું કે, ‘તારા પતી ધમાને પણ પતાવી દેવો છે અને તને પણ ગમે ત્‍યારે ઉપાડી જઇશ' એવુ કહેતા તેનો અવાજ સાંભળી ઘરની બહાર માણસો એકઠા થઈ ગયા હતા. જેથી તોફીક નાસી ગયો હતો.

આ અગાઉ પણ રાજેશ્વરીબેને તેમની દીકરીને સ્‍કુલમા મુકીને રીક્ષામા આવતા હતા તે વખતે તેઓ રેલ્‍વેટેશનના ગેટની સામે પહોચેલ અને  નાસ્‍તો લેવા માટે રીક્ષામાથી નીચે ઉતર્યા ત્‍યારે પણ તોફીક ત્‍યાથી નીકળ્‍યો હતો અને કહ્યું હતું કે, ‘તારો મોબાઇલ નંબર આપ મારે તારી સાથે વાત કરવી છે' પરંતુ  રાજેશ્વરીબેન કંઇ બોલ્‍યા નહિ અને ત્‍યાથી રીક્ષામા બેસી મિકલી ગયા હતા. આમ રાજેશ્વરીબેનના મતે તેમણે અગાઉ ફરીયાદ કરી હોય જેનો ખાર રાખી તોફીકે  ઘ૨ પાસે આવી ઝઘડો કરી ધમકી આપી હતી.  જે મામલે  મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:39 pm IST)