Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

મોરબીના રવાપર ગામે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો સુરેશ પુજારા પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : મોરબીના રવાપર ગામે શિવશક્‍તિ સોસાયટીમાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા એક ઇસમની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી. 

મોરબી સીટીએ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય એ દરમિયાન રવાપર ગામ શીવશકિત સોસાયટી પાસે આરોપી સુરેશ મહેન્‍દ્રભાઇ પુજારા ક્રિકેટ લાઈવ ગુરુ એપ્‍લીકેશનમાં ભારત ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચેની વનડે ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ ઉપર સટ્ટો રમતા તેને રોકડ રકમ  રૂ.૧૫૦૦ તથા મોબાઈલ નંગ ૧ કીમત રૂ.૫૦૦૦ સાથે ઝડપી પાડ્‍યો હતો જયારે આરોપી રમેશ ગામી રહે-નસીતપર સાથે સટ્ટો રમતો હોવાની કબુલાત આપતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

(1:35 pm IST)