Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

બાંટવાના યુવાન પર વ્‍યાજખોર શખ્‍સનો હુમલો

વ્‍યાજની મુદત આપવાને બદલે વાહન ઝુંટવી લેવાની ધમકી આપી

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧૮: બાંટવાના એક યુવાન પર વ્‍યાજખોરે હુમલો કરી અને વાહન ઝુંટવી લેવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

બાંટવા ખાતે ભીમનાથ રોડ વિસ્‍તારમાં રહેતા રમણીકભાઇ એભાભાઇ વાડોલીયાએ બાંટવાના કિશોર ઉર્ફે ભોલુ ખુબચંદ સિન્‍ધી પાસેથી દવાખાનાના કામે રૂા. પ૦ હજાર વ્‍યાજે લીધા હતા. જેનું કિશોરે રૂા.૩૦ હજાર વ્‍યાજ વસુલ્‍યુ હતું.પરંતુ રમણીકભાઇ પાસે પૈસા ન હોવાથી તેણે મુળ રકમઅને વ્‍યાજ સાથેના રૂપીયા આપવા અંગે મુદત માંગી હતી પણ કિશોર ઉર્ફે ભોલુએ ઉશ્‍કેરાઇ જઇને યુવાનને એક ઝાપટ મારી અને વાહન ઝુંટવી લેવાની ધમકી આપી હતી.

આ અંગે ગઇકાલે ફરીયાદ થતા એએસઆઇ પી.જે.વાળાએ તપાસ હાથ ધરી છે.

 

(11:58 am IST)