Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

સુત્રાપાડા તાલુકા પંચાયતમાંથી ચૂંટાઇને

પક્ષ પલ્‍ટો કરનાર કોંગ્રેસના ૬ સભ્‍યો સસ્‍પેન્‍ડ

સુત્રાપાડા તા. ૧૮ : સુત્રાપાડા તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલ અને પક્ષ પલ્‍ટો કરનારા કોંગ્રેસના ૬ સભ્‍યોને સસ્‍પેન્‍ડ કરાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચૂંટણી સંકલન સમિતિના કન્‍વીનર બાલુભાઇ પટેલે જીવીબેન જશુભાઇ સોલંકી, વનિતાબેન વિનુભાઇ ચાવડા, ચંદ્રીકાબેન બાબુભાઇ ફુલબારૈયા, હમીરભાઇ અરજણભાઇ વાઢીયા, શિલ્‍પાબેન નારણભાઇ, ખીમાભાઇ કાનાભાઇ વાજા, મલુબેન મહેન્‍દ્રભાઇ રામ સામે કાર્યવાહી કરાઇ છે.

(11:54 am IST)