Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અલવિદા તનાવ શિબિરના ૪થા દિવસે અમરેલીમાં આનંદ ઉત્‍સવ ઉજવ્‍યો

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા. ૧૮ : ફોરવર્ડ સ્‍કુલના મેદાનમાં ૪થા દિવસે બ્ર.કુ. પુનમબેને ગહન અનુભૂતિ કરાવતા કહ્યું કે આધ્‍યાત્‍મિકતાની સર્વ શ્રેષ્‍ઠતા અર્થાત આત્‍મ અધ્‍યયન દ્વારા પરમ સત્‍ય પરમાત્‍માનો પરિચય મેળવી જન્‍મ જન્‍મની પ્‍યાસ બુજાવીએ વિશેષ માહિતી આપતા પુનમબેને જણાવેલ કે અમેરીકાના હાર્ટ એસોસીએશને એક રીસર્ચમાં કહ્યું કે જેમ જેમ કલમ ચાલે તેમ તેમ શરીરની અંદર અનેક દર્દ દૂર થાય છે. ઇમ્‍યુનિટી વધે, રોગોની સામે લડવાની શકિત મજબુત બને છે. જયારે ગોડને લાઇફ સ્‍ટાઇલમાં સાથે રાખીએ સભામાં ઉપસ્‍થિત બધાને રોજ અલગ અલગ બ્‍લેસીંગ આપવામાં આવે છે.વૃંદાવનથી ગોપ ગોપીઓ આવી સભામાં ઉપસ્‍થિત તમામ અમરેલી વાસીઓ ઉપર ફુલોની વર્ષા વરસાવી હતી અને બધા સાથે રાસ રમ્‍યા હતા. તેમ આઇ. પી. બારડની યાદીમાં જણાવે છે

(10:38 am IST)