Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કોડીનારમાં અનોખી રાષ્‍ટ્રભક્‍તિ પ્રાર્થના સ્‍પર્ધા યોજાઈ

નગરપાલિકા સંચાલિત સ્‍વામી વિવેકાનંદ પાર્કના વિશાળ મેદાનમાં ઝોન કક્ષાની પ્રાર્થના સ્‍પર્ધાનું વિશાળ આયોજન થયું જેમાં તાલુકા ભરની શાળાઓ ૪૧ ના ૮૫૦ વિદ્યાર્થીઓ વચ્‍ચે વિવિધ જગ્‍યાએ સ્‍પર્ધા યોજવામાં આવી હતી.જેમાંથી ૨૫ જેટલી શાળાઓ સેમિફાઇનલમાં આવી હતી. જેમાંથી કોડીનાર ઝોન વિસ્‍તારની ફાઇનલ પ્રાર્થના સભામાં તાલુકાની કુલ ૧૩ શાળાઓ ફાઇનલમાં પહોંચી હતી.જેમાં કોડીનાર જવાહર નવોદય વિદ્યાલય એ પ્રથમ ક્રમ મેળવ્‍યું હતું.આ અનોખી પ્રાર્થના સ્‍પર્ધાનો વિચાર પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીને આવ્‍યો હતો.અને આ વિચારને કારડીયા રાજપૂત વિદ્યાર્થી ભુવન અને કે.આર.વી.બી ટ્રેનિંગ સેન્‍ટર ના સંચાલકો દ્વારા મૂર્તિમંત કરવામાં આવ્‍યો હતો.આ ઉત્તમ કક્ષાની સ્‍પર્ધા તાલુકાભરના અગ્રણીઓ, શહેરીજનો, વિદ્યાર્થીઓ સહિતના લોકોએ માણી હતી. ફાઇનલ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમાંકિતને પૂર્વ સાંસદ દ્વારા ૨૫ હજાર, દ્વિતીય ક્રમે આવનાર ટીમને ૧૧ હજાર અને તળતીય ક્રમે આવનાર ટીમને તથા બાકીની તમામ ૧૧ ટીમોને ૯ હજાર રૂપિયાનો રોકડ ઇનામો આપવામાં આવ્‍યા હતા.આ ઉપરાંત અનેક મહાનુભાવો એ પોતાના તરફથી પ્રોત્‍સાહન રોકડ તથા ઇનામો પણ જાહેર કર્યા હતા,તેમજ ફાઇનલ માં પહોંચનાર તમામ ૧૩ ટીમોને પ્રોત્‍સાહન રૂપી ઇનામો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્‍યા હતા.આ અનોખી પ્રાથના સ્‍પર્ધા માં કુલ ૮૫૦ બાળકોએ ભાગ લીધો હતો.તમામને માણપત્ર સાથે વોટર બોટલ તેમજ ભાગ લેનાર તમામ શાળાને સ્‍મળતિ ચિન્‍હ આપવામાં આવ્‍યા હતા.આ પ્રકારની સ્‍પર્ધાનું આયોજન ગુજરાત લેવલ પ્રથમ વખત થયું છે.ત્‍યારે આવી સ્‍પર્ધા ગુજરાતની તમામ શાળામાં થવી જોઈએ.જેથી વિદ્યાર્થીઓમાં સંસ્‍કાર અને ઉત્‍સાહ વધે.તેમજ બાળકોમાં રહેલી અદભુત શક્‍તિને બહાર લાવી શકાય તેવો મંતવ્‍ય હાજર અગ્રણીઓ એ આપ્‍યો હતો.સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને સન્‍માનિત કરી ઇનામ વિતરણ કર્યું હતું. (તસ્‍વીર-અહેવાલ : અશોક પાઠક, કોડીનાર)

(10:27 am IST)