Gujarati News

Gujarati News

News of Friday, 18th March 2022

વેરાવળના સોનારીયા ગામે રાત્રીના દિપડાએ વાછરડીનું મારણ કર્યુ

ગામને અડીને આવેલ વાડીમાં દિપડાએ મારણ કરતા ખેડૂતોમાં ભયનુ વાતાવરણ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ, તા.૧૭: વેરાવળ તાલુકાના સોનારીયા ગામે રાત્રીના ચારના અરસામા આઠથી દસ દિવસની નાની વાછરડીનું દિપડા દ્વારા મારણ કરવામાં આવેલ છે સોનારીયા ગામની બાજુમા અડીને આવેલ કાનજીભાઈ સુખલાલ ચૌહાણની વાડીએ રાત્રિના ચાર કલાકના અરસામાં દિપડાએ નાની વાછરડીને માંરી નાખવામાં આવેલ છે. આ કાનજીભાઈ પટેલની વાડીએ થોડા સમય પહેલા પણ દિપડાએ એક મારણ કરેલ હતુ.

આ વાડી ગામની બાજુમા આવેલ હોવાથી આજુબાજુના ખેડૂતો અને ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયેલ છે કારણકે આ સોનારીયા ગામ નેશનલ હાઇવે રોડની બાજુમાં આવેલ ગામ છે અને ગામ ની બાજુની વાડીએ શિકાર થતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયેલા છે અને આ જયાં દિપડાએ મારણ કરેલ છે તે વાડીની બાજુમાં નાવદ્રા ઈનદ્રોય સહિત અનેક ગામો તરફ જતો રસ્તો છે જેથી આ રસ્તા ઉપર સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. જેથી રાત્રિના વાહનચાલકો ઉપર પણ આ જંગલી જનાવરોનો ખતરો રહેલ છે જેથી જંગલ ખાતા ના અધિકારીઓ આ વિસ્તારમા પાંજરા ગોઠવી અને દિપડાને પકડે તેવી માગણી ઉઠવા પામી છે.

(10:07 am IST)