Gujarati News

Gujarati News

News of Friday, 18th March 2022

જામનગરમાં હકડેઠઠ મેદની વચ્ચે વિશ્વવિખ્યાત 25 ફૂટ ઊંચી હોલિકાનું દહન

હોલિકા મહોત્સવ દરમિયાન જામનગર ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ અને લોકો હોલિકા દહન નિહાળવા ઉમટી પડ્યા

જામનગર : જામનગરમાં હોળીના  પર્વ નિમિતે વિશ્વવિખ્યાત  25 ફૂટની વિશાળ હોલિકાનું રંગે ચંગે દહન કરવામાં આવ્યું હતું. હોળીના પર્વે સવારે વિશાળ હોલિકાની શોભા યાત્રા ભોઈવાળા વિસ્તારમાં આવેલા ભોઇ જ્ઞાતિની વાડી ખાતેથી નીકળી હતી. વાજતે ગાજતે ડીજેના તાલે ભોઈ જ્ઞાતિના નાના બાળકોથી લઇ યુવાનો જુદા જુદા અંગ કસરતના દાવ રજૂ કરી આ શોભાયાત્રામાં જોડાયા હતા.

હોલિકાની શોભાયાત્રા ભોઇવાળા વિસ્તારમાં ફરી ભોઈના ઢાળિયા પાસે પહોંચી સંપન્ન થઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જામનગર અને આસપાસના શ્રદ્ધાળુઓ ઉપરાંત દેશ-વિદેશમાંથી આવેલા લોકોની ઉપસ્થિતિમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં યોજાતી વિશ્વવિખ્યાત હોલિકા મહોત્સવ દરમિયાન સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપરાંત અનેક વિસ્તારના લોકો હોલિકા દહન નિહાળવા માટે પહોંચ્યા હતા અને હકડેઠઠ મેદીની વચ્ચે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.
પૌરાણિક કથા મુજબ હોલિકાના ખોળામાંથી વરદાની ચુદડી સાથે ભક્ત પ્રહલાદને બચાવી લેવામાં આવ્યો હતો. અને હોલિકા નું સંપૂર્ણ દહન થયું હતું. ત્યારે અસત્ય પર સત્યના વિજયના વધામણા પણ કરવામાં આવ્યા હતા.
( તસવીર કિંજલ કારસરીયા)

 

(10:52 pm IST)