Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

સોમનાથ દર્શને આવતા યાત્રીકોને ર૩ મીથી વેરાવળ-બાંન્દ્રા ડાયરેકટ રેલ્વે ટ્રેન

માળીયાહાટીના અને કેશોદને સ્ટોપ આપોઃ નહિંતર આંદોલનની ચીમકી

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા., ૧૮: વેરાવળ-સોમનાથ વિસ્તારના નાગરીકોને મુંબઇ જવા માટે કોઇ ડાયરેકટ ટ્રેન હતી નહી અને જે લીંક ટ્રેન હતી તે પણ કોરોના કાળ લીધે કેન્સલ કરાઇ હતી જે હળવો થયા બાદ પણ ટ્રેન શરૂ થતી ન હતી ત્યારે સાંસદ રાજેષ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જાગૃત નાગરીક રાજુભાઇ કાનાબાર પત્રકારો અને નાગરીકોએ સોમનાથ તીર્થધામને જોડતો રેલ વ્યવહાર શરૂ કરવા લાગણી-માંગણી મુકાતી રહેતી હતી . જેના અનુસંધકાને તા.ર૩ ફેબ્રુઆરીથી વેરાવળ-બાંન્દ્રા-મુંબઇને જોડતી ડેલી ટ્રેન ડાયરેકટ ટ્રેન દોડાવાની જાહેરાત કરતા સૌમાં ખુશી  લાગણી વ્યાપી છે.

વીકલી ટ્રેનને હવે ડાયરેકટ ડેઇલી કરવામાં આવતા સૌ ખુશી અને કાયમી ધોરણે આ ચાલુ જ રહે તેવી લાગણી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે સોમનાથથી સીધી હરદ્વારની ટ્રેન આપે તેવી લાગણી અને બીજે દિવસે સવારે ૭.ર૦ વેરાવળ પહોંચશે અને વેરાવળથી ૧૧.પ૦ સવારે ઉપડી બીજે દિવસે સવારે પ.૪૦ બાંન્દ્રા પહોંચશે.

વેરાવળ-બાંન્દ્રા ટ્રેન ૯૧૧ કી.મી. અંતર કાપશે. ૧૮.૧૦ કલાક સમય અવધી રહેશે. સ્પીડ પ૦.૧પ કેએમપીએચ રહેશે.

બાંન્દ્રા, ટર્મીનસ, અંધેરી, બોરીવલી, વીરાર, પાલઘર, દહાણુ રોડ, વાપી, વલસાડ, બિલીમોરા જંકશન, નવસારી, સુરત, કોસામ્બા, અંકલેશ્વર જંકશન ભરૂચ જંકશન, પાલેજ, લખતર, સુરેન્દ્રનગર, માલીરોડ, થાન જંકશન, વાંકાનેર જંકશન, રાજકોટ, ગોંડલ જેતલર, જુનાગઢ, વેરાવળ, ટ્રેન કામ પુર્ણ થયે ભકિતનગરને પણ ઉમેરાવા સંભવ છે.

સોમનાથ મહાદેવ અને જુનાગઢ શિવરાત્રી યાત્રીકોને આ ટ્રેન ખુબ જ ઉપયોગી થશે. સાથોસાથ હોળી-ધૂળેટીમાં રાજસ્થાનના યાત્રીકો દ્વારકા આવે છે. તેઓને પણ સુગમતા પડશે.

રેલ્વે દ્વારા સતાવાર જાહેરાત સમય અને બુકીંગ વિગતો સાથેની ટુંકમાં બહાર પડશે. આ ટ્રેન શરૂ થતા કોરોના કાળમાં મંદ પડેલા ધંધા-રોજગાર ધબકતા થશે.

કેશોદ : પશ્ચિમ રેલવે દ્વારા આગામી તારીખ ૨૩મી ફેબ્રુઆરી થી ટ્રેન નં ૦૯૨૧૮ વેરાવળ બાંદ્રા એકસપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ત્યારે કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવામાં ન આવતાં વિરોધ ઉઠયો છે.

     પશ્ચિમ રેલવે જનરલ મેનેજર મુંબઈ અને ડિવિઝનલ મેનેજર ભાવનગર ને કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્વીનર રાજુભાઈ પંડયાએ લેખિતમાં રજૂઆત કરી ટ્રેન નં ૦૯૨૧૮ વેરાવળ બાંદ્રા એકસપ્રેસ ટ્રેનને કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા માંગણી કરી છે. વધુમાં જણાવ્યું હતું કે ભાવનગર ડિવિઝન હેઠળનાં કેશોદ રેલ્વે  સ્ટેશન આવકની દ્રષ્ટિએ સૌથી વધારે છે ઉપરાંત કેશોદ, વંથલી, માંગરોળ, મેંદરડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના મુસાફરો માટે સુવિધાસભર ટ્રેન છે જેથી કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવાથી વધું -માણમાં મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

    કેશોદ હિતરક્ષક સમિતિ નાં કન્વીનર  પંડ્યા એ અંતમાં ચિમકી ઉચ્ચારી છે કે રેલ્વે અધિકારીઓ દ્વારા ટ્રેન નં ૦૯૨૧૮ વેરાવળ બાંદ્રા એકસ-ેસ ટ્રેન ને કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવશે નહીં તો ના છુટકે આંદોલનનો રાહ લેવો પડશે. પોરબંદર નાં સાંસદ અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ ને પણ લેખિતમાં રજૂઆત કરી છે.

માળીયાહાટીનાઃતાજેતરમાં જ સોમનાથ બાંદ્રા નવી ટ્રેન કાયમ સારું થવી છે  આ ટ્રેનમાં માળીયા હાટીનાને સ્ટોપ આપેલ નથી જેથી તાલુકા ભરની જનતાનાં ભારે  રોષ ફાટી નીકળ્યો છે. મહેન્દ્ર ભાઈ ગાંધી અને મહેશ ભાઈ કાનાબારએ  રેલવેનાં ઉચ્ચ અધિકારીને પત્ર પાઠવી જણાવેલ છે કે માળીયા હાટીના તાલુકાનું મુખ્ય મથક છે તેમજગીર નાં જંગલ નું પ્રખ્યાત સફારી  પાર્ક અહી થી નજીક છે અને માંગરોળ તાલાલા મેંદરડા  આ ત્રણ તાલુકા ના ગામડાને જોડતો માળીયા હાટીના ગામ છે  વળી   વેરાવળ રાજકોટ નેશનલ હાઇવે  રોડથી  માળીયા ગામ અંદર આવેલ છે એટલે એસટી બસ ની પણ ઓછી સગવડ છે જ્યારે રેલવે સ્ટેશન છે અને મોટામાં મોટો વિશાળ તાલુકો પણ છે  તો નવી સારું થનારી સોમનાથ-બાંદ્રા નવી ટ્રેઈન અને ભવિષ્યમાં નવી ચાલુ   થનારી તમામ. ટ્રેઈનનો માળીયા હાટીના રેલવે સ્ટેશને સ્ટોપ આપવાની માગણી કરી છે આ અંગે મહેન્દ્ર ભાઈ ગાંધી અનેમહેશ ભાઈ કાનાબાર સંસદ સભ્ય રાજેશ ભાઈ ચુડાસમા ને રજૂઆત કરી છે.(

(12:56 pm IST)