Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

કચ્છમાં ધો. ૬ થી ૮માં ૩૫ હજાર બાળકોને શાળામાં મોકલવા વાલીઓની સંમતિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૮:  કોરોના મહામારી વચ્ચે ૧૧ મહિના પછી ધો. ૬ થી ૮ ના વર્ગો સાથે શાળાઓ શરૂ થઈ રહી છે.

કચ્છમાં પણ શાળાઓ શરૂ કરવાની ચહલપહલ શરૂ થઈ છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે ધો. ૬ થી ૮ ના બાળકોને શાળાએ મોકલવા બાબતે ૩૫ હજાર વાલીઓએ પોતાની સંમતિ આપી છે. જોકે, ધો. ૬ થી ૮ માં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧ લાખ જેટલી છે. જે પૈકી અત્યાર સુધી ૩૫ ટકા વાલીઓએ સંમતિ આપી છે.

વર્ગોમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટનિંગ અને સેનીટાઈઝર સહિતના કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના અપાઈ છે. તો, ઓન લાઇન શિક્ષણ કાર્ય પણ હજી ચાલુ રહેશે.

(10:18 am IST)