Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગોંડલ હવા મહેલ રાજવી પરિવારની જેસલમેર ખાતે રાજતિલક મહોત્સવમાં ઉપસ્થિતી

ગોંડલ,તા. ૧૮: ઐતિહાસિક નગરી ગોંડલનો નાતો જેસલમેર સાથે સંકળાયેલો છે જેસલમેર ખાતે રાજતિલક વિધિ મહોત્સવમાં ગોંડલ હવા મહેલ રાજવી પરિવારે હાજર રહી જેસલમેર મહારાજા સાહેબને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જેસલમેર ખાતે તારીખ ૧૫ શુક્રવારના મહારાવલ એચ એચ ચૈતન્યસિંહજી ઓફ જેસલમેરના રાજતિલક વિધિ મહોત્સવનું દબદબાભેર આયોજન થયું હતું આ તકે ગોંડલ હવા મહેલ રાજવી પરિવારના રાજકુમાર જયોતિર્મયસિંહજીએ જેસલમેર ખાતે હાજર રહી મહારાવલ ચૈતન્યસિંહજીને સમગ્ર ગોંડલ રાજય વતી શુભેચ્છાઓ પાઠવી હતી અત્રે એ ઉલ્લેખનીય છે કે ગોંડલ હવા મહેલ રાણી સાહેબા ગૌરીરાજલક્ષ્મીદેવી અને જેસલમેર રાજમાતા રાશેશ્વરી રાજયલક્ષ્મીદેવી બહેનો છે જેસલમેર ખાતે રાજતિલક સમારોહનું રજવાડી પરંપરા મુજબ આયોજન હોય રાજકુમાર જયોતિર્મયસિંહજીએ હાજર રહી ગોંડલનું ગૌરવ વધાર્યું હતું. (તસ્વીર ભાવેશ ભોજાણી -ગોંડલ)

(1:34 pm IST)