Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

લીંબડીમાંથી હોન્ડા ચોરી અને પાછુ મુકવા જનાર આરોપી ઝડપાયો

ચોરાઉ હોન્ડા સાથે ઝડપાયેલા આરોપી સાથે પોલીસ અધિકારીઓ દર્શાય છે

વઢવાણ તા. ૧૮ :લીંબડી શહેરમાંથી હોન્ડા મોટરસાયકલ ચોરી અને ફરી પાછું ચોરીના સ્થળે મુકવા જતાં આરોપીને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો.

ગઈ તા. ૧૦ જાન્યુ.ના રોજ લીંબડી ટાઉનમાં રાણા ઓટો, હનુમાનજીની ડેરી પાસે પાર્ક કરેલ ત્યારે લીંબડી ખાતેથી ફરિયાદી રદ્યુભાઈ રૂપાભાઈ સભાડ ભરવાડ રહે. ભરવાડ નેસ, શકિત સોસાયટી પાછળ, લીંબડીનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-13PP-4948 કિંમત રૂ. ૨૦,૦૦૦ની ચોરી થયેલ હતી. જે સંબંધે ફરિયાદી એ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પોતાના વાહન હીરો હોન્ડા મીટર સાયકલની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી. જે ગુન્હાની તપાસ લીંબડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

દરમિયાન લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. પ્રમોદસિંહ જાડેજા તથા સ્ટાફના હે.કો. નંદલાલ, પો.કો. દશરથસિંહ, દિલવારભાઈ, સહિતની ટીમને સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ મારફતે માહિતી મળેલ કે, ચુડા તરફથી આરોપી ચોરાવ હીરો હોન્ડા લઈને લીંબડી તરફ આવી રહેલ છે,જે મળેલ બાતમી આધારે લીંબડી પોલીસની ટીમ દ્વારા લીંબડી ચુડા રાણપુર બાયપાસ ઉપર વોચ ગોઠવી, આરોપી જયેશ ઉર્ફે કાલી ઝીણાભાઈ પગી ચુ. કોળી ઉવ. રહે. કોરડા તા. ચુડા જી. સુરેન્દ્રનગરને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત રૂ. ૨૦,૦૦૦ સાથે પકડી પાડવામાં આવેલ છે. જેની પાસે મોટર સાયકલના કાગળો માંગતા, મળી આવેલ ન હતા. જે મળેલ મુદામાલના મોટર સાયકલની તપાસ કરાવતા, લીંબડી ટાઉનમાં ખાતેથી ચોરી થયેલ રદ્યુભાઈ રૂપાભાઈ ભરવાદનું જ મોટર સાયકલ હોવાનું જાણવા મળેલ હતું. લીંબડી પોલીસ દ્વારા આરોપી જયેશ ઉર્ફે કાલી ઝીણાભાઈ પગી ચુ. કોળી ઉવ. રહે. કોરડા તા. ચુડા જી. સુરેન્દ્રનગરની ધરપકડ કરવામાં આવેલ છે.

લીંબડી પોલીસના હાથે પકડાયેલ વાહનચોરીના આરોપી જયેશ ઉર્ફે કાલી ઝીણાભાઈ પગીની આગવી ઢબે પૂછપરછ કરતા, પોતે વાહનના ગેરેજે બેસતો હોઈ, મોટર સાયકલને ડાયરેકટ કરીને ચાલુ કરી શકાય તે જાણતો હોઈ, પોતાને વાહન ચલાવવાનો શોખ હોય, લીંબડી ખાતેથી હીએરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલાની કબુલાત કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીને પકડાઈ જવાની બીક લાગતા, પોતે આ મોટર સાયકલ જે તે જગ્યાએ પાછું મુકવા આવતો હોઈ, દરમિયાન પકડાઈ ગયાની હોવાની પણ કબુલાત કરેલ છે.

લીંબડી પોલીસ દ્વારા પકડાયેલ આરોપી જયેશ ઉર્ફે કાલી ઝીણાભાઈ પગી ચુ. કોળી રહે. કોરડા તા. ચુડા જી. સુરેન્દ્રનગર બીજા કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ...? બીજા કોઈ વાહનચોરી ના ગુન્હાઓ કે મિલકત વિરુદ્ઘ ના ગુન્હાઓ આચારેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ સબબ લીંબડી કોર્ટમાં રજૂ કરી, પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા, વધુ પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પ્રમોદસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:06 pm IST)