Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રેડક્રોસના પ્રમુખ ડો. ભાવેશ આચાર્યને રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણચંદ્રક

ગુજરાતને દેશની શ્રેષ્ઠ શાખા જાહેર કરાઇઃ ૫૦ લાખનું ઇનામ જાહેર

ગાંધીધામ (કચ્છ): ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજય શાખાની વિવિધ રચનાત્મક પ્રવૃત્ત્િ। બદલ દેશની શ્રેષ્ઠ શાખા જાહેર થવા સાથે રાજય શાખાના ચેરમેન ડો. ભાવેશભાઇ આચાર્યને રાષ્ટ્રક્ષાએ શ્રેષ્ઠ કાર્યકર તરીકે ગોલ્ડ મેડલ જાહેર થયો છે, જે કચ્છ માટે ગૌરવજનક ઘટના છે.

 ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી બદલ રાજયકક્ષાએ રૂ. ૫૦ લાખનું માતબર ઇનામ પણ જાહેર થયું છે.

 દેશમાં રેડક્રોસની ૧૧૦૦ શાખા છે. ૧૯૨૦માં પાર્લામેન્ટ એકટ દ્વારા દેશમાં સંસ્થા સ્થપાઇ છે જેના પ્રમુખ તરીકે રાષ્ટ્રપતિ ડો.રામનાથ કોવિંદજી અને ચેરમેન તરીકે કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન છે.  ૩૬ રાજયમાં રેડક્રોસ રાજય શાખાઓ છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી જનરલ તરીકે આર. કે. જૈન કાર્ય કરી રહ્યા છે. દેશની ૩૬ રાજય શાખામાંથી ૨૦૧૯-૨૦ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર શાખાને રૂ. ૫૦ લાખ ઇનામ સાથે સન્માનવાનું જાહેર કરવામાં આવ્યું.

 તીવ્ર સ્પર્ધા વચ્ચે ડો. ભાવેશ આચાર્ય (મો.૯૮૨૫૨ ૧૦૧૫૭)ના નેતૃત્વમાં ગુજરાત રાજય શાખા પ્રથમ નંબરે આવી છે.

વર્ષ દરમ્યાન ગુજરાત રાજય શાખાએ અનેક માનવતાવાદી પ્રવૃત્ત્િ।ઓ કરી છે જેમાં ડિઝાસ્ટર પ્રિપેરનેસ એન્ડ રીસ્પોન્સ ટ્રેનિંગ, થેલેસેમિયા અને સિકલશેલ પ્રિવેન્શન પ્રોગ્રામ, પેથોલોજી લેબોરેટરી, વોલન્ટરી બ્લડ ડોનેશન પ્રોગ્રામ, ૧૬ બ્લડબેંક તથા આઠ બ્લડબેંક નવી પૂર્ણતાના આરે, સિનિયર સિટીઝન હોમ 'વાત્સલ્ય', આર્ટિફિશીયલ લીંબ સેન્ટર, ફિઝિયોથેરાપી અને સેરેબ્રલ પાલ્સી સેન્ટર, ટીબી કંટ્રોલ પ્રોજેકટ વિગેરેનો સમાવેશ થાય છે.

 ડો. આચાર્યના નેતૃત્વમાં ગુજરાત રાજય શાખાને ચાર શ્રેષ્ઠ સન્માન મળ્યા છે જેમાં અમદાવાદ રેડક્રોસ બ્લડબેંકને દેશની શ્રેષ્ઠ બ્લડબેંક તરીકે પ્રથમ નંબર અને ૫૦ લાખ રૂપિયા ઇનામ તરીકે, ૨૦૧૮-૧૯માં ગુજરાતની ૧૬ બ્લડબેંક દ્વારા દેશમાં સોથી વધારે ૧૬૦૦૦૦ યુનિટ બ્લડ કલેકટર કરવા માટે પ્રથમ નંબર જે માટે રેડક્રોસની સમગ્ર ટીમે સુંદર કામગીરી કરી હતી.

(2:46 pm IST)