Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પોરબંદરમાં સવારે ભૂકંપનો હળવો આંચકો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭ : આજે વહેલી સવારે બ્રહ્મમુહુર્તમાં ભૂકંપનો હળવો આંચકો આવી ગયો હતો.

વહેલી સવારે ભૂકંપના હળવા આંચકાનો જમીન ઉપર બેઠા હોય તેને વધુ અનુભવ થયો હતો. બે કે તેથી વધુ માળવાળાને આ ધ્રુજારી અનુભવી શકેલ નહીં. પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં અઠવાડિયાથી સમયાંતરે ભૂકંપના આંચકા આવતા રહેલ છે. આ પહેલા તાલુકાના મજીવાણા અને સીમર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપના આંચકાથી કયાંય નુકસાનના સમાચાર નથી.

(12:49 pm IST)