Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મોરબી પેટા ચુંટણી : ૨૩ ફોર્મ રજૂ : ફલેગ માર્ચ યોજી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૭ : મોરબી પેટા ચુંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે રાજકીય પક્ષો જીતવા માટે તો તંત્રચુંટણીયોજવામાટે તૈયારીઓમાં લાગી ગયું છે ત્યારે મોરબી પોલીસે આજે ફ્લેગમાર્ચ યોજી હતી

 મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આજે જીલ્લા પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી જેમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઈ બી જી સરવૈયા, પીઆઈ જે એમ આલ, સીપીઆઈ આઈ એમ કોઢિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા એ ડીવીઝન પોલીસ મથકથી ફ્લેગમાર્ચ શરુ કરી હતી જે શહેરના મુખ્યમાર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારમાં યોજાઈ હતી

ફોર્મ ચકાસણી કામગીરી પૂર્ણ

મોરબી-મોળીયા વિધાનસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના અંતિમ દિવસે ૯ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. આમ મોરબી માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ ૨૨ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી રજૂ કરેલ છે.

ઉમેદવારી ફોર્મ રજૂ કરનારમાં ભાજપ પક્ષ તરફથી મેરજા બ્રિજેશભાઇ અમરશીભાઇ અને ભાજપના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ રજૂ કરનાર ડાભી ગણેશભાઇ નાનજીભાઇ છે. જયારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તરફથી પટેલ જયંતીલાલ જેરામભાઇએ અને ડમી ઉમેદવાર તરીકે અદ્યારા નયનકુમાર લાલજીભાઇએ ફોર્મ રજૂ કરેલ છે.

અપક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરનારાઓમાં પરમાર વસંતલાલ દામજીભાઇ, સીરાજ અમીરઅલી પોપટીયા, સુમરા નિયામતબેન હનીફભાઇ, રાણસરીયા પંકજ કાંતિલાલ, જાદવ ગીરીશભાઇ ગોવિંદભાઇ, ભટ્ટી હુશેનભાઇ ભચુભાઇ, કાસમ સુમરા હાજીભાઇ, મીરાણી વિવેક જયંતિલાલ, ચનાણી મુસાભાઇ અભરામભાઇ, મોવર નિઝામભાઇ ગફુરભાઇ, મકવાણા પરષોત્ત્।મ વાલજીભાઇ, ભીમાણી જયોત્સનાબેન સવજીભાઇ, બ્લોચ ઇસ્માઇલ મહમદભાઇ, ગોગરા દિપકભાઇ ગાંડુભાઇ, પરમાર વિપુલભાઇ જેરામભાઇ, આરીફખાન મહમદહુશેન ખોરમ, જેડા અબ્દુલભાઇ હાજીભાઇ, ખાંભરા મેરામભાઇ બીજલભાઇનો સમાવેશ થાય છે.

આમ મોરબી માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ફોર્મ રજૂ કરવાના અંતિમ દિને કુલ ૨૨ ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે જયારે કુલ ૨૭ જેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે તો શનિવારે ફોર્મ ચકાસણી કામગીરી આજે એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

(12:49 pm IST)