Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ધી. એસ. ટી. એમ્પલોઇઝ કો. ઓપરેટીવની ચૂંટણી પ્રક્રિયા શરૂ

મોકુફ રાખ્યાના ખોટા વાઇરલ મેસેજ વાહિયાત

ઉપલેટા તા. ૧૭ :. તાજેતરમાં ધી. એસ. ટી. એમ્પલોઇઝ કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી જુનાગઢ વિભાગની ચૂંટણી અને પ્રક્રિયા વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ સ્થગીત કરવા માટે તા. ર૮-૯-ર૦ ના જીલ્લા રજીસ્ટ્રારશ્રીને સોસાયટીની ચૂંટણી પ્રક્રિયા મોકુફ રાખવા માટે અરજી કરેલ હતી. ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણીની પ્રક્રિયા અટકાવવા માટે લવાદ કોર્ટનો મનાઇ હુકમ મળવો જરૂરી હોય છે.

વિગતો મુજબ જુનાગઢ ડીવીઝનને આવો કોઇ મનાઇ હુકમ કે જાહેરનામુ મળેલ નથી. પરંતુ અટકાવવા માટેના પ્રયત્નો કરેલ હતા તેમના ભાગરૂપે એસ. ટી. વર્કસ ફેડરેશન યુનિયન દ્વારા સહકારી મંડળીના સભાસદો જોગ ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખેલ હોવાના મેસેજ વાઇરલ થતા જુનાગઢના સભાસદોમાં થોડી અટકળો આવેલ હતી. પરંતુ એસ. ટી. એમ્પલોઇઝ કો. ઓ. ક્રેડીટ સોસાયટી જુનાગઢના ચૂંટણી અધિકારીનો પરિપત્ર મળતા જાહેર કરેલ છે કે જુનાગઢ કચેરીના પરીપત્ર મુજબ સોસાયટીની ચૂંટણી સોસાયટીના પેટા નિયમોને આધીન રહેશે. અને તમામ સભાસદોને એસ. ટી. કર્મચારી મંડળીના ચેરમેન એ એક નિવેદન દ્વારા જાણ કરેલ છે કે વર્ષ ર૦ર૦-ર૦ર૧ ની ૧૧ બોર્ડ ઓફ ડીરેકટરર્સની ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોઇ અને લોકશાહી ઢબે તમામ સભાસદોએ ભાગ લેવો તેમજ ખોટી અફવાઓથી વાકેફ રહેવા તાકીદ કરેલ છે.

(11:54 am IST)