Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગઢડીયા(જામ) ગામે વાડીમાં જુગાર રમતા ૬ શખ્સોને ભાડલા પોલીસે ઝડપી લીધા

ભાયાવદરના મોટી પાનેલી ગામે વરલીના આંકડા લેતો અલ્પેશ કોળી ઝડપાયો

રાજકોટ, તા. ૧૭ : જસદણ ગઢડીયા (જામ) ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા રમતા ૬ શખ્સોને ભાડલા પોલીસે ઝડપી લીધા હતાં.

મળતી વિગતો મુજબ ગઢડીયા (જામ) ગામે દેવરાજ મનજીભાઇ મકવાણાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ એસ.પી. બદલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ભાડલાના પીએસઆઇ એચ.પી. ગઢવી તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડીમાલીક દેવરાજ મકવાણા, હરી રામાભાઇ જાંબુડીયા, દેવરાજ મેરામભાઇ મેર, ભોળા પાંચાભાઇ જાંબુડીયા, ભરત જસમતભાઇ મકવાણા તથા દાદુ કાનાભાઇ ડાંગર રે. તમામ ગઢડીયાને રોકડા રૂ. ૧ર૮૩૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.

આ કાર્યવાહીમાં ભાડલા પોલીસ મથકના હેડ કો. વલ્લભભાઇ બાવળીયા, જયદેવભાઇ ભાંસળીયા, પો.કો. લાલજીભાઇ તલસાણીયા, અરવિંદભાઇ ઝાપડીયા તથા વિજયભાઇ સરવૈયા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

તેમજ ભાયાવદરના મોટી પાનેલી ગામે રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. શકિતસિંહ જાડેજા તથા પો.કો. કૌશિકભાઇ જોષી સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં વરલી ફીચરના  આંકડા લેતા અલ્પેશ હરસુખભાઇ કોળી રે. પાનલીને રોકડા રૂ. ૧૦૬ર૦ અને વરલીના સહિત્ય સાથે પકડી પાડી ભાયાવદર પોલીસના હવાલે કર્યો હતો.

(11:52 am IST)