Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ચણાકા ગામની સીમમાંથી જુગારનો અખાડો ઝડપાયો

જૂનાગઢઃ ભેસાણ પો.સ્ટે.ના પોલીસ કોન્સ. બળવંતસિંહ નાથાભાઇ નાઓને હકીકત મળેલ કે રવજીભાઇ મંગાભાઇ મકવાણા રહે. ભેંસાણ, ચણાકા પ્લોટ પોતાની ચણાકા ગામની કાના છગાની તળી તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની ઝુપડીએ બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી નાલ ઉઘરાવે છે. તેવી હકિકત આધારે ત્યાં રેઇડ કરતા (૧) રવજીભાઇ મંગાભાઇ મકવાણા રહે.ભેસાણ, (૨) દિનેશભાઇ લાભુભાઇ ચાવડા, રહે. મોટા કોટડા (૩) રણજીતભાઇ સામતભાઇ ધાધલ રહે. નવા પીપળીયા (૪) રજાકભાઇ ગફારભાઇ સોલંકી રહે. મોટા કોટડા (૫) અસરફભાઇ અબુભાઇ મોરવાડીયા રહે. વડીયા કૃષ્ણા પરાને રોકડા રૂ. ૩૯,૬૩૦ મોબાઇલ ફોન -૫ મળી કુલ કિ.રૂ. ૪૨,૧૩૦નો મુદ્દમાલ સાથે પકડી પાડ્યા હતા. પો. સબ ઇન્સ. રવિરાજસિંહ એ. જાડેજા પો. હેડ કોન્સ. દેલુભાઇ ઠારણભાઇ પોલીસ કોનસ્. બળવંતસિંહ નાથાભાઇ, રમેશભાઇ લખમણભાઇ, કલ્પેશભાઇ રામદેસાઇ તથા પીન્ટુભાઇ ભીખાભાઇ નાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

(11:50 am IST)