Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પોરબંદર ફાયરીંગ કેસમાં રાજુ ઓડેદરાને પીસ્તોલ સપ્લાઇ કરનાર મુખ્ય આરોપી યુ. પી. માંથી ઝડપાયો

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭: ચકચારી ફાયરીંગ કેસમાં ભલાભાઇ મહેરિયાના ઘેર ફાયરીંગ કરનાર રાજુ ઓડેદરાને પીસ્તોલ સપ્લાઇ કરનાર મુખ્ય આરોપી રાજન રામનિવાસને ચોકકસ બાતમીને આધારે પોલીસે પકડીને પોરબંદર લાવેલ છે.

ચકચારી ફાયરીંગ કેસમાં ભલાભાઇ મહેરીયાના ઘરે ફાયરિંગ કરનાર રાજુ ઓડેદરાને પિસ્તોલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશ ગોરખપુર જિલ્લાના ગજપુર ગામે રહેતો હોવાની ચોકકસ બાતમી મળતા એસઓજીની ટીમ એ.એસ.આઇ. કિશનભાઇ ગોરાણીયા હેડ કોન્સ્ટેબલ સરમણભાઇ રાતિયા કોન્સ્ટેબલ સમીરભાઇ જુણેજાને ઉત્તર પ્રદેશ મોકલવી આરોપી રાજન રામનિવાસને પકડીને પોરબંદર લાવી આરોપીની અટક કરી અગાઉ પોરબંદરમાં કોઇને હથિયાર આપેલ છે કે કેમ ? તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ચકચારી ફાયરિંગ કેસમાં આ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળેલ છે આ કામગીરીમાં પી.આઇ. કે. આઇ. જાડેજા, પીએસઆઇ એચ. સી. ગોહિલ સ્ટાફના કિશનભાઇ ગોરાણીયા, સરમણભાઇ રાતિયા, સમીરભાઇ જુણેજા તથા એસ.ઓ.જી. ટીમ જોડાયેલ હતાં.

(11:49 am IST)