Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગોંડલ આવાસ કવાર્ટરમાં ત્યકતા બહેનને સગાભાઈએ છરી ઝીંકી

ગોંડલ, તા.૧૭: વોરાકોટડા રોડ પર આવાસ કવાર્ટર માં પુત્ર રહેતા અસ્માબેન ભરતભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૫ ને તેના સગાભાઇ ભગવતપરા માં રહેતા સબીર રજાક ભાઈ કરગત્રા એ સાથળના ભાગે છરીનો ઘા મારી દેતા ગંભીર હાલતમાં સરકારી દવાખાને ખસેડાયા હતા જયાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૪ ૫૦૪ ૧૧૪ જી પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અસ્માબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના લગ્ન પાંચ વર્ષ પહેલા જેતપુરના અજમત સોલંકી સાથે થયા હતા પરંતુ ઘર કંકાસ થતા પતિને છોડી દેતા તેઓ પુત્ર સાથે ગોંડલ આવાસ કવાર્ટર માં રહેવા આવી ગયા હતા અને ત્યાં આશિફ સાથે પ્રેમ સંબંધ બંધાયો હોય જે તેના સગા ભાઈને પસંદ ન હોય ઘરે આવી ઝઘડો કરી છરીનો ઘા માર્યો હતો.સીટી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)