Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સૌરાષ્ટ્રમાં નવરાત્રીનો પ્રારંભઃ સામુહિક રાસ-ગરબા રદ

કચ્છ માતાના મઢ શ્રી આશાપુરા માતાજીના મંદિરે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટસ્થાપન વિધી સાથે નવરાત્રીનો પ્રારંભઃ ભુજઃ કચ્છના માતાના મઢ મા આશાપુરા માતાજીના મંદિર મધ્યે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે પરંપરાગત ઘટસ્થાપનવિધિની ધાર્મિક વિધિ સંપન્ન થઈ છે. કોરોનાની મહામારીના કારણે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ હોઈ સાદગીભર્યા માહોલમાં પુજારી પરિવારની ઉપસ્થિતિમાં ઘટસ્થાપનની વિધિ પુર્ણ થઈ હતી. કચ્છના વહિવટીતંત્રના જાહેરનામા અનુસાર માતાના મઢનું મંદિર ૨૫/૧૦ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે, દરરોજ આરતી, પૂજાવિધિ ઉપરાંત પરંપરાગત ધાર્મિકવિધિઓ થશે. (તસ્વીર -અહેવાલઃ વિનોદ ગાલા,ભુજ)

રાજકોટ તા. ૧૭: આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે અને કોરોના મહામારીમાંથી બચાવવા માટે ભાવિકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.

સવારે ઘરે-ઘરે ગરબાનું સ્થાપન પૂજન વિધી સાથે કરવામાં આવ્યું હતું. જો કે સામુહિક રાસ-ગરબાના કાર્યક્રમો રદ કરવામાં આવ્યો છે. માત્ર ઓનલાઇન રાસ-ગરબા યોજાશે.

નવલા નોરતામાં માતાજીની આરાધના સાથે પૂજન, અર્ચન, દશર્શ્રન, આરતીનો પણ મહિમા અનેરો છે.

જસદણ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ આજથી નવરાત્રીનો પ્રારંભ થતાં આ માંગલિક અવસરે જસદણના વિવિધ આગેવાનોએ પ્રજાજનોને શુભેચ્છા પાઠવી હતી નવરાત્રી પર્વને લઇને ગુજરાત રાજય સરકાર દ્વારા નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે તેને લોકો અનુસરી રહ્યાં છે આવા માહોલ વચ્ચે જસદણ વીંછીયા પંથકના આગેવાનો કુંવરજીભાઇ બાવળીયા, ડો. ભરતભાઇ બોઘરા, અનિતાબેન રૂપારેલીયા, દીપભાઇ ગલીડા, અશોકભાઇ ધાધલ, જે. પી. રાઠોડ, અશોકભાઇ મહેતા, અલ્પેશભાઇ રૂપારેલીયા, જલ્પાબેન કુબાવત, દુર્ગેશભાઇ, વિજયભાઇ રાઠોડ, અનિલભાઇ મકાણી, કાર્તિકભાઇ હુદડ, રમાબેન મકવાણા, રફીકભાઇ મીઠાણી, રાજુભાઇ ધાધલ, પંકજભાઇ ચાવ, ચંદુભાઇ કચ્છી, બિપીનભાઇ જસાણી, સંજયભાઇ વિરોજા, કાજલબેન ધોડકીયા, ગજેન્દ્રભાઇ રામાણી, નરેશભાઇ દરેડવાળા, હરેશભાઇ ધાધલ, મનસુરભાઇ પારેખ, દિનેશભાઇ હિરપરા, હરિભાઇ હિરપરા, અજયભાઇ બાવળીયા, ધીરુભાઇ ભાયાણી, અમરશીભાઇ રાઠોડ, ગોપીભાઇ પાનવાળા, વિનોદભાઇ વાલાણી, અશોકભાઇ ગાંધી, પત્રકારો હુસામુદ્દીનભાઇ કપાસી, હેમલભાઇ પરમાર, કરશનભાઇ બામટા, હિતેશભાઇ ગોસાઇ, વગેરેએ નગરજનોને નવરાત્રિ અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે નોંધનીય છે કે નવરાત્રિ પર્વને લઇ આજ સવારથી જ અનેક ભાવિકજનોએ માતાજીની ઉપાસના શરૂ કરી દીધી હતી.

ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીૅં ધોરાજી શહેર અને તાલુકામાં આજ થી નવરાત્રી મહોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત શહેર અને તાલુકામાં એક પણ સ્થાન ઉપર નવરાત્રી મહોત્સવ નિમિત્ત્।ે ગરબી તેમજ ગરબા મહોત્સવ નહીં યોજાય માત્ર ને માત્ર માતાજીના સાનિધ્યમાં પૂજા અર્ચન અને આરતી ધાર્મિક વિધિ દ્વારા મહોત્સવ ઉજવાશે.

ધોરાજી શહેર મા અંદાજે ૧૫ જેટલી ગરબીઓ તેમજ ભુલકા ગરબી યોજાતી હતી તેમજ ધોરાજી તાલુકાના ૩૦ ગામોમાં દરેક ગામમાં એક ગરબી ગણી એ તો ૩૦ ગરબીઓ નવરાત્રી મહોત્સવ નિમિત્ત્।ે માતાજીના સાંસ્કૃતિક ગરબા સાથે ગરબી યોજાતી હતી પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત ધોરાજી શહેર અને તાલુકામાં એક પણ ગરબી દ્વારા રાસ ગરબા મહોત્સવ નવરાત્રી મહોત્સવ યોજાશે નહીં.

જે અંગે ધોરાજીના મામલતદાર કિશોરભાઈ જોલાપરા તેમજ નાયબ મામલતદાર નંદાણીયાભાઈનો સંપર્ક સાંધતા તેઓએ જણાવેલ કે ધોરાજી મામલતદાર કચેરી દ્વારા એક પણ નવરાત્રિ મહોત્સવ અંગેની મંજુરી આપવામાં આવેલી નથી તેમજ એક પણ ગરબીના સંચાલકોને મંજૂરી બાબતે અરજી પણ આવેલી નથી

આ બાબતે ડેપ્યુટી કલેકટર ના અધ્યક્ષ સ્થાને થોડા દિવસ પહેલા ગરબી સંચાલકોની મીટીંગ યોજાઇ હતી અને હાલમાં કોરોના મહામારી ના સમયમાં સરકારશ્રીના નિયમનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી જેના અનુસંધાને ધોરાજી શહેર અને તાલુકાના તમામ ગરબી મંડળના સંચાલકોએ આ વર્ષ માટે નવરાત્રી મહોત્સવ રાસ ગરબા મહોત્સવ નહીં યોજવા બાબતે સ્વેછીક રીતે નવરાત્રી મહોત્સવ નહીં યોજવા બાબતે સર્વ સંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને એક પણ અરજી ઓ આ બાબતે આવી નથી

ધોરાજી શહેરના ગરબી મંડળના સંચાલકો ને પૂછવામાં આવતા તેઓએ જણાવેલ કે હાલમાં કોરોના મહામારી નો સમય ચાલતો હોય અને જાહેરમાં નવરાત્રી મહોત્સવ યોજવો તે યોગ્ય ન હોય તેમજ સરકારના નિયમનું ચુસ્તપણે પાલન થઇ ન શકે તે હેતુથી અમો આ વર્ષ માટે નવરાત્રી મહોત્સવ નો કાર્યક્રમ બંધ રાખીએ છીએ પરંતુ માતાજીની આરાધના નિયમ અનુસાર માતાજી નો દીવો પ્રગટાવી મહાઆરતી સાથે નવરાત્રી પૂજન અમો અમારા નિયમ પ્રમાણે સરકારી આદેશ પ્રમાણે માત્ર ધાર્મિક વિધિ દ્વારા કરવામાં આવશે તેમ ધોરાજી ગરબી મંડળના સંચાલકોએ જણાવ્યું હતું.

(11:37 am IST)