Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કચ્છના રાપરના ગાગોદર ગામે બે ઘરોમાંથી ૧૩ લાખની ચોરીથી ચક્ચાર: ખેડુત પરિવાર ખેતરે હતા ત્યારે ધોળા દિ'એ થઈ ચોરી

(ભુજ) કચ્છમાં તસ્કરો રેઢું પડ ભાળી ગયા હોય એવો તાલ છે. રાપરના ગાગોદર ગામે બે ખેડુત પરિવારોના ઘરમાંથી થયેલ લાખોની ચોરીના બનાવે કચ્છભરમાં ચક્ચાર સર્જી છે. પોલીસ ચોપડે નોધાયેલી ફરિયાદ મુજબ પાસ પાસે આવેલા બે ઘર માલિકો અંબાવી જેશાભાઇ આરેઠીયા અને કરસનભાઇ બાઉભાઇ આરેઠીયા પરિવાર સહિત ખેતરે હતા ત્યારે ધોળે દિવસે ચોરીની આ ઘટના બની હતી. જેમાં તસ્કરોએ બંને ઘરોમાંથી ૧૯ તોલા સોનાના દાગીનાઓ, દોઢ કિલો ચાંદી અને ૨ લાખ ૧૦ હજારની રોકડ સાથે કુલ ૧૩ લાખની માલમત્તાની ચોરી કરી હતી.

(9:20 am IST)