Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ ટ્વીટ કરીને જામનગર જિલ્લા પોલીસવડા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા

પોલીસ દ્વારા ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામેની કાર્યવાહીને બિરદાવી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૭ : રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ટવીટ કરીને જામનગર જિલ્લા પોલીસવડા દીપન ભદ્રન અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે પરિમલભાઈ નથવાણીએ પોલીસ દ્વારા ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામેની કાર્યવાહીને બિરદાવી છે રેન્જ આઇજી સંદિપસિંહના સહકારને પણ વખાણ કર્યા હતા સાથે પરિમલભાઈ નથવાણીએ લખ્યું કે હવે પ્રજા સલામતીનો અહેસાસ કરી રહી છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:44 am IST)