Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રામનવમી ઉત્‍સવ અંતર્ગત કાલે જામનગરના લોહાણા જ્ઞાતિ સમુહ ભોજન

કાલે બપોર બાદ રઘુવંશી વેપારીઓ-વ્‍યવસાયકારો રજા રાખશે : શ્રી રામ ચંદ્રજી પ્રાગટય મહોત્‍સવ સમિતિ દ્વારા તડામાર તૈયારી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮ :  અયોધ્‍યા ખાતે શ્રી રામચંદ્રજી ભગવાનની પ્રાણપ્રતિષ્‍ઠા થઇ ગયેલ હોય ત્‍યારે શ્રી રઘુવંશી સમાજમાં ખુશાલીને અનેરો થનગનાટ વ્‍યાપેલ છે. તા. ૧૭ શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્‍સવ સમિતિ દ્વારા ભગવાનશ્રી રામચંદ્રજીનો પ્રાગટય મહોત્‍સવ (રામનવમી) ધામધૂમથી ઉજવવાનું આયોજન સુનિતિ કરેલ છે. પરમકૃપાળુ મર્યાદા પુરૂષોતમ ભગવાની રામચંદ્રજીની અસીમકૃપાથી તેમજ સંત શિરોમતી પ.પૂ. જલારામબાપાના અનરાધા આશિષથી ભગવાનશ્રી રામચંદ્રજીની પ્રાગટય મહોત્‍સવ (રામનવમી) પરંપરાગત રીતે ઉજવવા શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્‍સવ સમિતિ દ્વારા આયોજીત તથા શ્રી શરદકુમાર કલ્‍યાણજી વસંત, શ્રીમતી જયશ્રીબેન શરદકુમાર વસંત તથા શ્રી કિંજન શરદકુમાર વસંતના સહયોગથી રામનવમીના પારણા અંતર્ગત ચૈત્ર સુદ-૧૦, ગુરૂવાર તા. ૧૮ ના રોજ લોહાણા જ્ઞાતિ સમુહ ભોજન (નાત) યોજવામાં આવેલ છે.

જે અંતર્ગત આજે સવારે ૭-૩૦ કલાકે, પાંજરાપોળ, લીમડા લાઇન, જામનગર કરાયુ છે.

સ્‍વયંસેવક ભાઇઓ-બહેનોને સેવા કાર્યની ફાળવણી તા. ૧૮ ગુરૂવારે સાંજે ૪ કલાકે શારશ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમુહ ભોજન (નાત) સાંજે ૬-૦૦ થી ૭-૦૦ લોહાણા જ્ઞાતિ સમુહ ભોજન (નાત) સાંજે ૭ કલાકે રકતદાન કેમ્‍પ તા. ૧૮ ગુરૂવારે સાંજે ૪ થી રાત્રીના ૯ સુધી અયોધ્‍યાનગરી એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્‍ડ, સાત રસ્‍તા પાસે, જામનગર ખાતે યોજાશે.

તા. ૧૮-૦૪-ર૦ર૪ ગુરૂવારે બપોર બાદ રઘુવંશી વેપારીઓ/ વ્‍યવસાયકારોને ધંધાળ વ્‍યવસાયમાં રજા રાખવા સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્‍સવ સમિતિ-જામનગરના રમેશભાઇ દત્તાણી, રાજુભાઇ કોટેચા, નિલેશભાઇ ઠકરાર, મધુભાઇ પાબારી, જીતુભાઇ લાલ, ભરતભાઇ મોદી (સાબુવારા), અનીલભાઇ ગોકાણી, રાજુભાઇ મારફતીયા, રાજુભાઇ હિંડોચા, મનોજભાઇ અમલાણી, ભરતભાઇ કાનાબાર, અતુલભાઇ પોપટ, મનીષભાઇ તન્ના સહિતના જહેમત ઉઠાવે છે.

(1:57 pm IST)