Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ખેરાળી પાસે નર્મદાની કેનાલમાં ટ્રેકટર સાથે દંપતિ ડૂબી ગયુ

સુરેન્‍દ્રનગર જિલ્લામાં કેનાલો જીવલેણ સાબિત થઇઃ છેલ્લા ૧૮૦ દિવસમાં ર૭ લોકોના ડૂબી જવાથી મોતઃ કેનાલો આત્‍મહત્‍યામાટેનું એપિક સેન્‍ટર બનીઃ દૂધરેજ નજીક જ ૧૮૦ દિવસમાં ૧પ થી વધુ મૃતદેહો મળી આવ્‍યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૭ : સુરેન્‍દ્રનગરના ખેરાળી ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ટ્રેક્‍ટર સાથે દંપતી ખાબકતા મોત નીપજવા પામ્‍યુ છે ગામના ખેડૂત દંપતિ ખેતી કરવા જતા હતા તે દરમિયાન અચાનક ટ્રેક્‍ટરનું સ્‍ટેરીંગ લોક થઈ ગયું હતું અને ત્‍યારબાદ આ ટ્રેક્‍ટર ે પાણી ભરેલી કેનાલમાં ખાબકીવું હતું  વિગતો અનુસાર બાબુભાઈ તેમજ તેમના પત્‍ની અણસુંયાબેન નું મોત નીપજવા પામ્‍યું છે આ સંદર્ભ જોરાવનગર પોલીસ  દોડી ગઈ છે અને સુરેન્‍દ્રનગર ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા બંનેની ડેડબોડી ની શોધ  હાથ ધરવામાં આવતા પ્રથમ પત્‍નીની ડેડબોડી બહાર આવી છે.

ે મળતક દંપતીને બે સંતાન પણ છે અને ખેતી કામે જતા હતા તે દરમિયાન ે કેનાલમાં ખબકયા હતા બંનેના મોત નીપજવા પામ્‍યા છે. આજ સંદર્ભે તાત્‍કાલિક ધોરણે  નર્મદાની કેનાલ બંધ કરવામાં આવી છે અને   પતિની ડેડબોડી હજુ પણ લાપતા છે ત્‍યારે મોટી સંખ્‍યામાં  સગા તોહી જનો નર્મદાની કેનાલ ખાતે દોડી આવ્‍યા છે.

 ધારાસભ્‍ય જગદીશભાઈ મકવાણા પણ ત્‍યાં ઘટનાની મુલાકાત લઈ અને પરિવારને સાંત્‍વના પાઠવિ છે ઉલ્લેખનીય છે કે સુરેન્‍દ્રનગર નર્મદાની કેનાલો જીવલેણ સાબિત થઈ રહી છે ત્‍યારે સ્‍થાનિક ધારાસભ્‍ય જગદીશભાઈ મકવાણા ને આજુબાજુના લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે જે નર્મદાની કેનાલો આવેલી છે તેની ફરતે બે ફૂટ જેટલી પાડ્‍યો કરાવવામાં આવે અથવા તો ફિનિશિંગ કરાવવામાં આવે જેથી જે દુર્ઘટનાઓ બની રહી છે તે અટકે અને અકસ્‍માતો તેમજ અન્‍ય બનાવવામાં પણ જે લોકોના મોત નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી થઈ રહ્યા છે તેમને પણ બચાવી શકાય.

 ધારાસભ્‍ય જગદીશભાઈ મકવાણા દ્વારા આપવામાં આવી હતી અને અગામી દિવસોમાં કેનાલની ફરતે ફિનિશિંગ અને બે ફૂટ જેટલું ચણતર કરવા અંગેની સરકારમાં રજૂઆત કરી અને આ પ્રકારની કામગીરી કરવા અંગેની ખાતરી પણ આપવામાં આવી હતી.

૧૮૦ દિવસમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાંથી પસાર થતી અલગ અલગ કેનાલોમાં ૨૭ લોકોના ડૂબી જવાથી મોત નીપજવા પામ્‍યા છે ત્‍યારે આત્‍મહત્‍યા તેમ જ આકસ્‍મિક બનાવથી  ૨૭ લોકોએ નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે જિંદગીઓ ગુમાવી છે જાણે સુરેન્‍દ્રનગર જિલ્લામાં આજે કેનાલો પસાર થઈ રહી છે તે મોતની સોદાગર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્‍યારે હાલની પરિસ્‍થિતિ મુજબ જે કેનાલો હોય છે તેની ઉપર કોઈ સિકયુરિટીની વ્‍યવસ્‍થા હોતી નથી ફિનિશિંગ મોટું ત્‍યારે મોટાભાગે આત્‍મહત્‍યાના બનાવો બનતા હોય અને કેનાલ નો ઉપયોગ કરવામાં આવતા હોવાનું એક તારણમાં સામે આવ્‍યું છે આ સંદર્ભે આગામી દિવસોમાં સુરેન્‍દ્રનગરની કેનાલો ઉપર બંદોબસ્‍ત ગોઠવવામાં આવે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે અને ફિનિશિંગ કરવામાં આવે જેથી આત્‍મહત્‍યાના બનાવો જે બની રહ્યા છે તે અટકાવી શકાય.

૨૦ ફૂટ પાણીથી ભરેલી કેનાલમાં ટ્રેક્‍ટર પડ્‍યું તેને લઈને પતિ બાબુભાઈ તેમાં તેમના પત્‍ની અનસુયાબેન પાણીમાં ઘરકાવ બન્‍યા અને બંનેના મોતની નિપજ્‍યા પત્‍નીની ડેટબોડી મળી આવી છે તેમને પીએમ માટે સુરેન્‍દ્રનગરની ગાંધી હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યા છે જોકે પરિવાર આ ઘટનાને લઇ શોકમગ્ન બન્‍યો છે.

(1:21 pm IST)