Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

માણાવદરના ગુન્‍હાનો આરોપી સુપેડીથી ઝડપાયો

જુનાગઢઃ માણાવદર પો.સ્‍ટે. કલમ ૩૦૬,૫૦૬, ૧૧૪ મુજબના ગુન્‍હાના કામનો આરોપી જયેશ ઉર્ફે શૈલેષભાઇ ધીરૂભાઇ કોરડીયા સુવારીયા કોળી રહે. રે.સુપેડી ગામ તા. ધોરાજી વાળો છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય અને હાલ તેના રહેણાંક મકાને હોય તેવી હકિકત મળતા તાત્‍કાલીક પેરોલ ફર્લો સ્‍કવોડની ટીમ સાથે રવાના થઇ મકાનેથી શોધી કાઢી હસ્‍તગત કરી કાર્યવાહી અર્થે સોંપવામાં આવેલ છે. લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ જુનાગઢના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.જે.પટેલ, પેરોલ ફર્લો સ્‍કોડના પો.સ.ઇ. વાય.પી.હડીયા તથા એએસઆઇ ઉમેશભાઇ વેગડા, પો.કોન્‍સ. દિનેશભાઇ છૈયા તથા ડ્રા. પો.હેડ કોન્‍સ. મુકેશભાઇ કોડીયાતર તથા વુ.પો.કોન્‍સ. સેજલબેન આલાભાઇ નાઓએ સાથે મળી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

(11:32 am IST)