Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

વિસાવદરના સિનિયર ધારાશાષાી ભાસ્‍કરભાઈ જોશીની પૌત્રી કુ.ધિમહી જોશીને અતુલ્‍ય વારસો એવોર્ડ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૭: વિસાવદરના સિનિયર એડવોકેટ શ્રી ભાસ્‍કરભાઈ જોષીની પૌત્રી અને ગીર સોમનાથ જિલ્લાના સ્‍પેશ્‍યલ સરકારી વકીલ શ્રી સ્‍નેહલભાઈ જોષીની સુપુત્રી કુ. ધિમહિબેન જોષીને પેઇન્‍ટિંગ અને ભરતનાટયમમાં વિશિષ્ઠ પરફોર્મન્‍સ માટે રાજયકક્ષાએ એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવેલ છે. ગુજરાત રાજયમાં હિસ્‍ટોરીકલ એન્‍ડ કલ્‍ચરલ રીસર્ચ સેન્‍ટર દ્વારા દર વર્ષે સમગ્ર રાજયમાંથી વિવિધકલા અને સાહિત્‍યના ક્ષેત્રમાં અતુલ્‍ય વારસો ધરાવવા અને તેનું સંવર્ધન કરવા માટે રાજય કક્ષાએ શ્રેષ્ઠ કારકિર્દી ધરાવતા કલાકારોને દર વર્ષે એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવે છે. સમગ્ર રાજયમાંથી વર્ષ ૨૦૨૪ માટે પસંદ થયેલ કુલ ૨૭ બાળકલાકારોમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર બાળકલાકાર કુ.ધિમહિબેન જોષીની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેમને ગાંધીનગર ખાતે ડો. આંબેડકર ભવન ખાતે સંગીત નાટય એકાદમી દિલ્‍હીના વાઈસ ચેરમેન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ,ડો.આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો. અમીબેન ત્રિવેદી , ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડો. વિશાલભાઈ જોષી , અતુલ્‍ય વારસોના મેનેજીંગ ટ્રસ્‍ટી કપિલભાઈ ઠાકોર વિગેરે મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં એડિશનલ કલેક્‍ટર શ્રી પ્રદિપસિંહ રાઠોડના વરદ હસ્‍તે એવોર્ડ એનાયત કરી સન્‍માનિત કરવામાં આવેલ હતા. કુ.ધીમહિબેન જોષીએ આ સિધ્‍ધિ મેળવી વિસાવદર તથા જૂનાગઢ શહેરના બ્રહસમાજનુ ગૌરવ વધારેલ છે તેમના પર સાર્વત્રિક અભિનંદન વર્ષા થઈ રહેલ છે.

(11:27 am IST)