Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

વાંકાનેરમાં શ્રી ગાયત્રી શકિત પીઠ ખાતે શ્રીમદ્‌ ભાગવત પંચામૃત રાત્રી કથાનો પ્રારંભ ભવ્‍ય પોથીયાત્રા નિકળી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૭ :.. વાંકાનેરમાં આવેલ પ્રસિધ્‍ધ શ્રી ગાયત્રી શકિતપીઠ ખાતે ૩ર માં પાટોત્‍સવ પ્રસંગે ગૌશાળાના લાભાર્થે પાંચ દિવસીય શ્રીમદ્‌ ભાગવત પંચામૃત રાત્રી કથાનો આજરોજ તા. ૧૬ થી ર૦ એપ્રિલ રાતરી કથાનો ધામધમુથી પ્રારંભ થયો હતો.

કથા પ્રારંભ પહેલા મહંતશ્રી અશ્વિનબાપુ રાવલ દ્વારા ગાયત્રી મંદિરના સાનિધ્‍યમાં શાષાોકત વિધી કરી ગોકુલનગર ખાતે આવેલ મંદિરથી ડી. જે. પાર્ટી, ઢોલ નગારા સાથે ભવ્‍યતિ ભવ્‍ય પોથીયાત્રા યોજાઇ હતી.

જેમાં શાષાીજી શ્રી અશ્વિનભાઇ જોષી, મહંતશ્રી અશ્વિનબાપુ રાવલ સહિત મોટી સંખ્‍યામાં ભાઇઓ-બહેનો ગાયત્રી પરિવારના સભ્‍યશ્રીઓ તથા આસપાસના રહીશો જોડાયા હતા અને પોથીયાત્રા દરમ્‍યાન બહેનોએ ઉત્‍સાહ પૂર્વક રાસ-ગરબા યોજી વાતાવરણ ધર્મમય બનાવેલ હતું.

કથાના પ્રારંભે જ મોટી સંખ્‍યામાં ભાવિક ભકતજનો કથાનું રસપાન કરવા પધાર્યા હતાં. આ રાત્રી કથાનો સમય દરરોજ રાત્રે ૮ થી ૧ર હોવાથી દરેક શ્રોતાઓને અનુકુળ હોઇ તેમજ શાષાીજીપદે જાણીતા શ્રી અશ્વિનભાઇ જોષીને પણ સાંભળવા એક વાંકાનેરની ધર્મપ્રેમી જનતાનું સૌભાગ્‍ય કહોય માટે શહેર દરેક ધર્મપ્રેમી જનતાને કથાનો લાભ લેવા શકિતપીઠના મહંતશ્રી પૂ. અશ્વિનભાઇ રાવલ તથા રાહુલભાઇ જોબનપુત્રાએ અનુરોધ કરેલ છે.

(10:29 am IST)