Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ભાવનગરના વિક્ટોરિયા પાર્કમાં સાફસફાઈ કરતા 800 બોટલ વિદેશી દારૂ મળતા ચકચાર

ખાનગી ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાનમાં 40 કોથળાની સાથે દારૂનો જથ્થો મળ્યો :દારૂની બોટલો આવી ક્યાંથી? ઉઠતા સવાલ

ભાવનગર:શહેરના વિક્ટોરિયા પાર્કમાં સાફસફાઈ દરમિયાન 800 બોટલ વિદેશી દારૂ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જાણવા મળ્યા મુજબ એક ખાનગી ટ્રસ્ટ દ્વારા સવારથી વિક્ટોરિયા પાર્કના સાફસફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો હતો જે દરમ્યાન વિક્ટોરિયા પાર્કની દિવાલના અંદરના ભાગેથી ૪૦ કોથળા કચરાની સાથે ૮૦૦ નંગ વિદેશી દારૂની ખાલી બોટલો પણ મળી આવતા ચકચાર મચી ગઈ છે શહેરીજનોમાં જે પાર્કમાં વન વિભાગ આટલું સતર્ક હોય ત્યાં આટલી મોટી માત્રામાં દારૂની બોટલો આવી ક્યાંથી? તેવો સવાલ ઉઠ્યો છે
    અત્રે ઉલ્લેખનીય છે કે વિક્ટોરિયા પાર્ક નામનું જંગલ આવેલું છે. આ વિક્ટોરિયા પાર્ક જેમાં વનવિભાગની ઓફીસ પણ છે. અહીં શહેરના લોકો વોકિંગ તેમજ ફરવા માટે પણ આવતા હોય છે.

(11:09 pm IST)