Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કાર ખરાબ થતા રાત્રીના નિર્જન સ્થળે ઉભેલ નડીયાદના પરિવારની લીંબડી પોલીસે મદદ કરી

પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સુરેન્દ્રનગર એસ.પી. દિપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજા તથા તેની ટીમે સાર્થક કર્યુ

સુરેન્દ્રનગર, તા. ૧૭ :  15/16.01.2017 ના રોજ લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઈ. મહેશભાઈ બાર, કમાન્ડો મનીષ પટેલ, ડ્રાઈવર હસમુખભાઈ સહિતનો સ્ટાફ લીંબડી બગોદરા હાઈ વે ઉપર નાઈટ રાઉન્ડ માં હતા ત્યારે રાત્રીના 2.30 વાગ્યાના સુમારે એક કાર નિશાન GJ-07DN-3056 કટારીયા ગામના પાટિયા પાસે નિર્જન જગ્યાએ સાઈડમાં ઉતરી ગયેલ હાલતમાં ઉભેલ જણાતા, સરકારી ગાડી ઉભી રાખી, ચેક કરવામાં આવતા, નડિયાદ ખાતે શીતલ સિનેમા પાછળ, રાજનગર સોસાયટીમાં રહેતા અને સરકારી કોન્ટ્રાકટ રાખતા કોન્ટ્રાકટર અમિતભાઇ સી. પટેલ (M :- 9624647111)પોતાના માતા પિતા, સાસુ સસરા, બાળકો સહિત કુટુંબ સાથે *પોતાના સસરા NRI હોઈ, દર્શન કરવા માટે દ્વારિકા સોમનાથના પ્રવાસે ગયેલા હોઈ, કારની કલચ પ્લેટ બગડી જતા, કાર ખરાબ થઈ જતા, આખું ફેમિલી હાઈ વે ઉપર અવાવરૂ જગ્યાએ નિર્જન હાઈ વે ઉપર રાત્રીના અંધકારમાં ફસાઈ ગયેલાનું જાણવા મળેલ...

  અમિતભાઇ પટેલ દ્વારા વાહનો ઉભા રખાવવા કોશિષ કરેલ પરંતુ કોઈ મદદ માટે ઉભા રહેલ ના હતા. જે સમયે નાઈટ રાઉન્ડમાં રહેલા લીંબડીના ડીવાયએસપી સ્ટાફ દ્વારા તાત્કાલિક પાણશીણા પોલીસ સ્ટેશનની મોબાઈલને બોલાવી, .એસ.આઈ. મહેન્દ્રસિંહ તથા ડ્રાઈવર બળદેવભાઈ સાથે મળી, એક જામનગર કાલાવડના અશ્વિનભાઈ પટેલ પોતાની પિક અપ છોટા હાથી નંબર GJ-10DV-7897 લઈને નીકળતા, તેમની સાથે દોરડું હોઈ, તેની સાથે અમિતભાઇ પટેલની કાર ટોચન* કરાવી, નજીકની ભવાનીઙ્ગ હોટલ ઉપર આખા ફેમિલીને સલામત જગ્યાએ પહોંચાડવામાં આવેલ હતું. ભવાની હોટલ ખાતે માલિક લગધીરસિંહ રાણાએ તમામ કુટુંબીજનો, પોલીસ સ્ટાફ તથા જામનગરના અશ્વિનભાઈ પટેલ, વિગેરેને ચા પાણી નાસ્તો કરાવેલ હતો. જેના કારણે અમિતભાઇ પટેલના આખા ફેમિલીએ રાહત અનુભવેલ હતી..

  રોડ ઉપર અડધી રાત્રે પોતાની કારમાં ખરાબી થતા, ફસાયેલા અમિતભાઇ પટેલ તથા કુટુંબને તાત્કાલિક સુરેન્દ્રનગર પોલીસ મદદરૂપ થતા, સુરેન્દ્રનગર પોલીસનો એક સકારાત્મક અનુભવ થતા, ભાવ વિભોર થઈ ગયેલ અને આભારની લાગણી વ્યકત કરેલ હતી અને પોલીસ આવી પણ હોય છે...!!!, તેવો ભાવ થયો હતો....

  અમિતભાઇ પટેલ અને તેમનું આખું કુટુંબ સુરેન્દ્રનગર પોલીસનો એક સકારાત્મક અનુભવ લઇ, પોતાને થયેલ અનુભવ તમામ સામાન્ય લોકોને પણ પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા ભાવ, તેવી પ્રતીતિ સાથે પોતાના નિયત સૌરાષ્ટ્રના પ્રવાસેથી નડિયાદ જવા રવાના થયેલ હતા. અમિતભાઇ પટેલ દ્વારા નડિયાદ પહોંચી, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ફોન કરી, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના સેવાકીય અભિગમની ભારોભાર પ્રસંશા કરી હતી અને સામાન્ય રીતે પ્રજાના માનસ ઉપર પોલીસની વિપરીત છાપ હોય છે. ત્યારે પોલીસનું આવું રૂપ પહેલીવાર જોવા મળ્યું, તેવું પણ અમિતભાઇ પટેલે જણાવ્યું હતું...

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેદ્યાણીના નાઈટ રાઉન્ડ દરમિયાન અપનાવવામાં આવેલ *સલામતી સાથે સેવાના અભિગમના કારણે* પોલીસની એક અલગ જ છાપનો અનુભવ કરાવે છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે”, એ સૂત્રને સાર્થક કરે છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ અનેક લોકોને મદદ પુરી પાડી, સેવાકીય અભિગમ અપનાવી, સાથોસાથ ગુન્હાઓ અટકાવી, સમાજમાં રહેલ પોલીસની વિપરીત છાપને ઉજળી કરવાના પગલાંઓ ભરેલા છે.

(3:38 pm IST)