Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વિસાવદરમાં ગરીબ વૃધ્ધોને ચાદર વિતરણ

 વિસાવદરઃ વિસાવદરના એક માત્ર સેવાભાવી એકતા ગૃપ તથા ગ્રુપના સભ્યો દ્વારા જરૂરીયાતમંદ લોકોને તેમના વિસ્તારમાં જઇ સંપર્ક કરી મકરસંક્રાંતીના તહેવારમાં દાન પુણ્યનું મહત્વ હોય ત્યારે ગરીબ લોકોને ચાદર ઓઢાડી ચાદરનું વિતરણ કરી નિઃસ્વાર્થ સેવા એજ સંકલ્પ સાથે એકતા ગૃપ સેવાકીય કાર્યો કરે છે.  એકતા ગ્રુપ દ્વારા સમાચારના માધ્યમથી લોકોને અપીલ કરી જણાવેલ કે તમારા વિસ્તારના જરૂરીયાતમંદોની સેવા કરી લોકોને મદદરૂપ થવા અપીલ કરી છે. તસ્વીરમાં ગ્રુપના કાર્યકરો ગરીબોને ચાદર ઓઢાડતા નજરે પડે છે.

(11:27 am IST)