Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વાંકાનેરના સરતાનપર નજીક ટાઈલ્સના કારખાનામાં પરપ્રાંતીય યુવતીનો દુપટો મશીનમાં આવી જતા ગળેટુંપો લાગવાથી કરુણ મોત

મોરબી :કારખાનામાં કામ કરતી વેળાએ દુપટો જીવલેણ બન્યો હતો જેમાં પરપ્રાંતીય યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું આ અંગેની વિગત મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કાસા ટાઈલ્સ કારખાનામાં રહીને મજુરી કામ કરતી પરપ્રાંતીય મહિલા સાજના બુધાનભાઈ બાંધુડીયા(ઉ.૧૯) સવારના સમયે કામ કરતી વેળાએ મશીનમાં તેનો દુપટો આવી જતા ગળેટુપો લાગવાથી તેણીનું મોત નીપજ્યું હતું. જે મહિલાના મૃતદેહને મોરબી પીએમ અર્થે ખસેડીને પોલીસે વધુ તપાસ ચલાવી છે

(11:24 pm IST)