Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગોંડલ વેરહાઉસમાં સ્ટોર માટે આવેલ મગફળીના જથ્થામાંથી ધૂળ મળતા દોડધામ

પ્રથમ તર્કથી ઉતારેલી મગફળીના બચકામથી ધૂળ મળતા મામલતદાર-પ્રાંત અધિકારી સુધી મામલો પહોંચ્યો

ગોંડલ ;ગોંડલના વેરહાઉસમાં સ્ટોર માટે લાવવામાં આવેલ મગફળીના જથ્થમાંથી ધૂળ મળી આવતા દોડધામ આમચી જવા પામેલ છે આ બનાવની જાણ થતા મામલતદાર અને પ્રાંત અધિકારી સુધી મામલો પહોંચતા ચકચાર મચી છે

   જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢના બગડુ ગામેથી ગોંડલ વેરહાઉસમાં સ્ટોર કરવા આવેલા મગફળીના જથ્થામાં ધૂળ મળી આવતા તંત્રમાં દોડધામ મચી છે.ગોંડલ પાસે આવેલા વેરહાઉસમાં જૂનાગઢના બગડુ ગામેથી સરદાર ફળ અને શાકભાજી મંડળી દ્વારા ખરીદી કરવામાં આવેલ ટેકાના ભાવની મગફળીનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. જોકે પ્રથમ ટ્રકમાંથી ઉતારેલી મગફળીના બાચકામાંથી ધૂળ મળી આવી હતી.ગોંડલના મામલતદાર અને પ્રાંત અધિકારી સુધી આ મામલો પહોંચ્યો હતો બાદમાં પુરવઠા તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર ગોંડલ ખાતેના વેરહાઉસ ખાતે દોડી ગયું હતું જ્યાં તપાસ શરુ કરવામાં આવી છે

   સમગ્ર બનાવ મામલે ગોંડલના મામલતદાર સવાણીએ જણાવ્યું હતું કે જૂનાગઢના બગડુથી આવેલી મગફળીના જથ્થામાં બાચકા અંદરથી ધૂળનું પ્રમાણ મળી આવ્યું હતું જેથી તપાસ કરતા એક ટ્રકમાંથી કુલ ૪ થી વધુ બાચકામાં આ રીતે ધૂળ મળી આવતા અન્ય ટ્રકોમાં પણ તપાસી અભિયાન શરુ કર્યું છે

(11:04 pm IST)