Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગોંડલના પટેલ પરિવારમાં વધુ એક કરુણાંતિકા ;પુત્રવધુ બાદ સસરાનું મૃત્યુ

નણંદના કંકુ પગલામાં હતી વેળાએ અકસ્માતમાં ભાભીના મોત થયા બાદ પિતાની ગંભીર ઇજા જીવલેણ બની

ગોંડલ ;ગોંડલના પટેલ પરિવારમાં વધુ એક કાળની થપાટ લાગી છે ગઈકાલે પુત્રીના કંકુ પગલામાં જતી વેળાએ પુત્રવધૂનું મોત નીપજ્યું હતું જે અક્સમાતમાં ગંભીર ઇજા પામેલા પિતાનું પણ આજે મોત નીપજ્યું છે આ અંગેની વિગત મુજબ ગોંડલના પટેલ પરિવાર પુત્રીનું વેવિશાળ થયું હોય ગઈકાલે કંકુ પગલાં કરાવવા માટે જામબરવાળા જઇ રહ્યો હતો.ત્યારે બાબરા પાસે થયેલા અકસ્માતમાં પુત્રવધૂનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મૃતકના સસરા પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ આજે તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આમ પટેલ પરિવારમાં બે દિવસમાં બે સભ્યોની અર્થી ઉઠતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો.

ગોંડલના જેતપુર રોડ પરની સંજય સોસાયટીમાં રહેતો પટેલ પરિવાર ગઈકાલે પુત્રી તેજસ્વીનું વેવિશાળ નક્કી થતા કંકુપગલાં કરવા જામબરવાળા ગામે જઇ રહ્યો હતો બાબરા પાસે આ પરિવારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પટેલ પરિવારની 27 વર્ષીય પુત્રવધૂ વિજેતાબેન ભાવિનભાઈ ઠુંમરનું મોત નીપજ્યું હતું. તેણીના સસરા રાજેશભાઈ રણછોડભાઈ ઠુંમર ગંભીર રીતે ઘવાયા હોઇ તેને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેનું આજરોજ મોત નિપજતા બે દિવસમાં પટેલ પરિવારમાં બે સદસ્યોની અર્થી ઉઠતા ઘેરો શોક ફેલાયો હતો.

(11:03 pm IST)