Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વાંકાનેર તાલુકા પોલીસે વાહન ચોરી તથા લુંટની કોશિષનાં આરોપીઓને ઝડપી પાડ્યા

વાંકાનેર, તા. ૧૬ : વાંકાનેર તાલુકાના ઢુવા ચોકી વિસ્તારમાં મોબાઇલ / વાહન ચોરી તથા લૂંટ કરતી ત્રિપુટી પૈકી બે ઇસમોને ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડી વાંકાનેર તાલુકાના પો.સ્ટે.ના વાહનચોરી તથા લુંટની કોશીષના વણ શોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલતી વાંકાનેર તાલુકા પોલીસ

મોરબી પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા ચોરી,લૂંટના બનાવો અટકાવવા અને અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. આરપી.જાડેજાના તથા એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ ટીમ કાર્યરત હોય પેટ્રોલીંગ દરમિયાન હુવા ચોકડી પાસેથી નીચે જણાવેલ બે ઇસમો બીલ કે આધાર વગરના મોબાઇલ નંગ-૬ કી.રૂ.ર૯૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ અને આરોપીઓને વધુ પુછપરછ કરતા બન્ને આરોપીઓએ કબુલાત આપેલ છે. કે

થોડા દિવસો પહેલા વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે આવેલ શોપીંગ પાસેથી એક મોટર સાયકલ તેના મિત્ર રોહિત સવજીભાઈ કાનાણી રહે.ધ્રોલ જી.જામનગર વાળા સાથે મળી ચોરી કરેલ હતું અને આ ચોરીનુ મો.સા.લઇ આ ત્રણેય ઈસમોએ જુના ઢુવા પાસે એક વ્યકિત માર મારી લૂંટવાનો પ્રયાસ કરેલ હોવાની કબુલાત આપતા નીચે જણાવેલ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ સફળતા મળે છે.તેમજ સહ આરોપી રોહિત સવજીભાઇ કાનાણીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જેમાં પકડાયેલા આરોપીના નામ (૧) અજયભાઇ માનસીગભાઇ ભોજવીયા જાતે દેવીપુજક ઉ.વ.૨૨ રહે.હાલ જવાહર નગર,સંતોષ કાંટા પાછળ લાકડાના બોચા પાસે,ગાંધીધામ મૂળ રહે.ખાખરીયા તા.માળીયા(મી) જી.મોરબી (ર) કીશનભાઈ બાબુભાઇ સીંધવ જાતે-સરાણીયા ઉ.વ.૧૯ રહે.નવલખી બાયપાસ વાદીના ઝુપડા તેમજ રોહિત સવજીભાઈ કાનાણી રહે.ધ્રોલ જી. જામનગર પકડી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ કામગીરીમાં આર.પી.જાડેજા પો.સબ.ઇન્સ. તથા એલ.એન.વાઢીયા પોલીસ સબ ઇન્સ.વાંકાનેર તાલુકા તથા પો.હેડ કોન્સ. મયૂરધ્વજસિંહ હરિશચંન્દ્રસિંહ જાડેજા તથા યશપાલસિંહ ઝલા તથા મેહુલભાઈ ઠાકર તથા મનિષભાઇ બારૈયા તથા ચીમનભાઈ ચાવડા તથા બળદેવસિંહ જાડેજા તથા વિઠ્ઠલભાઇ સાદરીયા પો.કોન્સ.હરીશચન્દ્રસિંહ ઝાલા તથા દર્શિતભાઇ વ્યાસ તથા અજયસિંહ ઝાલા તથા અનિલભાઈ બાંભણીયા તથા અશ્વિનભાઇ રંગાણી તથા શિવરાજસિંહ વાળા રોકાયેલ હતા.

(4:30 pm IST)