Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વંડા પાસેથી ૧૫ લાખનો દારૂ ભરેલ ટ્રક કબ્જે

પાયલોટીંગ માટે આગળ કાર હશે તેવી બાતમી પરથી અમરેલી પોલીસની સફળ કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) ર્ંઅમરેલી, તા.૧૬: ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવે ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આગામી ર્ંવિધાનસભા પેટા ચુંટર્ણીં અનુસંધાને તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચુંટણી પ્રક્રિયા યોજાય, તે માટે પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેર-ફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, સફળ રેઇડો કરી, કરવા ભાવનગર રેન્જ હેઠળ આવતાં ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને સુચના આપેલ હોય.

જે અનુસંધાને ર્ંઅમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયેના માર્ગદર્શન હેઠળ ર્ંઅમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીર્મં દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી, ગુજરાત રાજય બહારથી આયાત કરી, વેચાણ કરવાના હેતુથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના મોટા જથ્થાની હેરા-ફેરી કરતા ટ્રકને પકડી પાડવામાં આવેલ છે.

નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, એક ટાટા કંપનીનો ટ્રક નંબર- RJ-૧૯-GA-૪૧૦૧ માં લુવારા ગામના અશોક જયતાભાઇ બોરીચા તથા માણાવાવના હરદીપ દડુભાઇ વાળા તથા દ્યોબા ગામના પથુ દડુભાઇ પટગીર એમ ત્રણેય એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ મંગાવેલ છે, જે ટ્રક વંડા પાસે આવેલ શેલણા ગામની ચોકડીએથી પસાર થવાનો છે, અને હરદીપ વાળા તથા એક બીજો માણસ ફોરવ્હીલ નંબર GJ-૧૧–AB-૪૯૯૪ ની કારમાં તેનું પાયલોટીંગ કરે છે, તેવી ચોક્કસ બાતમી આધારે શેલણા ચોકડી પાસે વોચ ગોઠવી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી લીધેલ છે.

અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ – ૫૪૫૮, કિં.રૂ.૧૪,૭૬,૨૬૪/- તથા મોબાઇલ ફોન નંગ – ૧, કિં.રૂ.૫૦૦/- તથા ટ્રક નંબર- RJ-૧૯-GA-૪૧૦૧ કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી ર્ંકુલ કિં.રૂ.૨૯,૭૬,૭૬૪/નો મુદ્દામાલ સાથે આરોપીઃર્ં જયકીશન ધીમારામ વૈષ્ણવ, , ગામ-શોભાલા દર્શન, તા.ચોહટન, જિ.બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જયારે અશોક જયતાભાઇ બોરીચા, રહે.લુવારા, તા.સાવરકુંડલા, હરદીપ દડુભાઇ વાળા, રહે.માણાવાવ, તા.ધારી, પથુ દડુભાઇ પટગીર, રહે.ઘોબા, તા.સાવરકુંડલા. નાસી જતા તેમને પકડી પાડવા તપાસ આરંભાઇ છે.

આ અંગે ર્ંગુજરાત પ્રોહિબીશન અધિનિયર્મં અનુસાર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ ર્ંવંડા પોલીસ સ્ટેશર્નં માં સોંપી આપેલ છે, અને પકડવાના બાકી આરોપીઓને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમના પ્રફુલ્લભાઇ જાની, મહેશભાઇ ભુતૈયા, મયુરભાઇ ગોહિલ, જયરાજભાઇ વાળા, રાહુલભાઇ ચાવડા, ભીખુભાઇ ચોવટીયા, જયસુખભાઇ આસલીયા, સુખદેવભાઇ ગોંડલીયા, દેવાંગભાઇ મહેતા, દયાબેન જસાણી, ગિરીરાજસિંહ જાડેજા, ભાવિનગીરી ગોસ્વામી, રાહુલભાઇ ઢાપા, ધવલભાઇ મકવાણા, ઉદયભાઇ મેરીયા, મહેશભાઇ મુંધવા, જે.પી.કોચરા, હરેશભાઇ કુવારદા, કેતનભાઇ ગરાણીર્યાંએ કરી હતી.

(12:48 pm IST)