Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અલંગમાં ચોરી અંગે ત્રણ શખ્સો પકડાયા

ભાવનગર તા. ૧૬ : અલંગમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ શખ્સોને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધા છે.

ભાવનગર એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે અલંગશીપ બ્રેકીંગ યાર્ડ નજીક સીતારામ મઢુલી પાસેથી પ્રવિણભાઇ ભાયાભાઇ ચૌહાણ રહે. જસપરા, સંજયભાઇ રમેશભાઇ દિહોરા રહે. સોસીયા તથા નિલેષ ભગતભાઇ દિહોરા રે. સોસીયા નામના ત્રણ શખ્સોનેરૂ. ૪૬ર૦૦ ની કિમતના ચોરાઉ તાંબા પીત્તળના મુદામાલ સાથે ઝડપી લઇ અલંગ સોસીયા યાર્ડ પ્લોટ નં.-વી૭ માં થયેલ ભાવનગર એલ.સી.બી.ના પી.આઇ. ઓડેદરા, પો.સ.ઇ. એમ.જી. જાડેજા તથા સ્ટાફ જોડાયો હતો.

(11:39 am IST)