Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાને કેબિનેટમાંથી પડતા મૂકવાનો નિર્ણય થશે તો રાષ્ટ્રના કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ભાજપ મૉવડી મંડળને પત્ર પાઠવતા વિંછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી

 ( વિજય વસાણી દ્વારા ) આટકોટ, તા.૧૬ : રાજયના નવા મંત્રી મંડળમાથી કુંવરજીભાઈની બાદબાકી થવાની હોય કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળે છે ત્યારે વિંછીયા તાલુકાના કોળી સમાજના પ્રમુખે પણ વિરોધ નોંધાવી ઉચ્ચ કક્ષાએ પત્ર લખી કુંવરજીભાઈને મંત્રી મંડળમાં સ્થાન આપવા માંગણી કરી છે.

જસદણ વિંછીયાના લોકપ્રિય ધારાસભ્ય  કુંવરજીભાઈ બાવળીયા કે જેઓ ભારત દેશના ૧૮ રાજ્યોમા સારી એવી વસ્તી ધરાવતા કોળી સમાજના સંગઠન અખિલ ભારતીય કોળી સમાજ (રજી. ) ન્યુ દિલ્હી ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, ગુજરાત રાજ્યમાં અંદાજે ૨૮ ટકા થી વધુ કોળી સમાજની વસ્તી ધરાવે છે સૌરાષ્ટ્રની વિધાનસભાની અંદાજે ૨૮ જેટલી મહત્વની બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે સામાજિક સમીકરણોને ધ્યાને લેવામાં આવે તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પડી શકે તેમ છે.             

 ભાવનગર જૂનાગઢ અમરેલી જામનગર પોરબંદર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ સહિતની બેઠકો પાર્ટીને અને સમાજને મોટું નુકસાન થઈ શકે છે.   બહુમતી ધરાવતા દરેક સમાજના સક્ષમ નેતા આગેવાનને સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે સમાજ અપેક્ષા રાખે છે તેઓમાં ગુજરાત સરકારની નો રિપીટ થિયરી ભાજપાના નિર્ણયથી સમાજમાં નારાજગી ઊભી થઈ છે અને કુંવરજીભાઈ બાવળિયાને ગુજરાત કેબિનેટમાં યોગ્ય સ્થાન મળે તેવી અમારી વિનંતી છે જો રજૂઆતની ગંભીરતાને ધ્યાને લેવામાં આવશે નહીં તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની બેઠકો ઉપર પડશે કુંવરજીભાઈ બાવળીયા જેવા સંનિષ્ઠ સમાજસેવક લોકપ્રહરીને કેબિનેટમાંથી પડતા મૂકવાનો નિર્ણય થશે તો સમાજમાં નારાજગી ઊભી થશે અને આગામી સમયમાં જિલ્લા તાલુકા મથકોએ લડત શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે જે ધ્યાને લઇ સર્વ સમાજના હિતમાં યોગ્ય નિર્ણય કરવા વિનંતી છે.

(12:04 pm IST)