Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

થાનનાં ખાખરાથલમાં જમીનના વિવાદના સિકયુરીટી ઉકાભાઇ રબારીની હત્યા

૬ શખ્સોએ બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા હાહાકાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૬: થાન પંથકમાં આવેલ ખાખરાથળ વીડમાં છ શખ્સો દ્વારા સિકયુરિટી તરીકે વઢવાણમાં પાંજરાપોળની જગ્યામાં છેલ્લા અનેક વર્ષોથી પોતાની સેવા આપી રહેલા ઉકાભાઇ રબારી ને લાકડી ધોકા અને બોથડ પદાર્થ વડે મારમારીને છ શખ્સો દ્વારા ઇજા પહોંચાડવામાં આવી હતી ત્યારે આ ઉકાભાઇ ના સગા સંબંધીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં તેમની તબિયત વધુ ખરાબ હોવાના પગલે તેમને ડોકટર દ્વારા તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લામાં ની હોસ્પિટલમાં ખસેડવા માટે પરિવારજનોને સૂચના આપવામાં આવી હતી.

ત્યારે જયારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી ઉકાભાઇ ને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવતાં જ ઉકાભાઇ નું મોત નીપજયું હતું ત્યારે ઉકાભાઇ ના સગા વાલા પાસેથી મળતી માહિતી અનુસાર ઉકાભાઇ રબારી એ છ જેટલા શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યા છે અને આ જમીન ના ડખા ના કારણે ઉકાભાઇ ઉપર જીવલેણ હુમલો કર્યા હોવાનું પણ તેમના સ્નેહી સગાવહાલાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ત્યારે ખાસ આ છ શખ્સો દ્વારા ઉકાભાઇ ને માથાના ભાગે બોથડ પદાર્થ મારવામાં આવતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજયું હોવાનો પણ હાલમાં પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં ઉકાભાઇ ના પરિવારજનો અને સ્નેહીજનો દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે પોલીસને જાણ કરી આ છ શખ્સો સામે ગુનો હત્યા નો નોંધાવવામાં આવ્યો છે

ઉકાભાઇ રબારી ઉપર ૧. ખીમા ભાઇ સોમાભાઇ સાંભડ ૨. લાલાભાઇ દેવાયતભાઈ ૩. જીવણ ભાઈ ખીમાભાઈ ૪. હકાભાઇ ખીમાભાઇ ૫. ભીમશી ભાઈ રત્નાભાઈ ૬. ખીમભાઈ દેવાયતભાઈ છ શખ્સો દ્વારા ખાખરાથળ વીડ જગ્યા માં જઈને કે જયાં આ ઉકાભાઇ પોતાની ફરજ બજાવતા હતા તે સ્થળે જઇ હુમલો કરીને ઉકાભાઇને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી બનતી જઈ રહી છે ત્યારે ખાસ કરી મારા મારી હત્યા ખંડણી ના બનાવવામાં જિલ્લામાં વધારો સતત થઈ રહ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને મૂડી ચોટીલા આજુબાજુ પંથકમાં આવા બનાવો નોંધપાત્ર રીતે બની રહ્યા છે અને ખાસ કરીને જમીનના મામલે હત્યા અને હુમલો થવા ના કેસો પણ જિલ્લામાં વધ્યા છે.

ત્યારે રાણીપાટના રહેવાસી અને થાન વિસ્તારમાં વઢવાણ પાંજરાપોળની જમીન માં સિકયુરિટી તરીકે ફરજ બજાવનાર ઉકાભાઇ ને છ શખ્સો દ્વારા મોતને દ્યાટ ઉતારવામાં આવ્યા છે ત્યારે પરિવારજનો દ્વારા ઉકાભાઇ ને બોથડ પદાર્થથી માર માર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે અને પરિવારજનો દ્વારા જણાવી રહ્યા છે કે જમીન મામલે ઉકાભાઇ ને માર મારવામાં આવ્યો છે અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

ત્યારે હાલમાં પોલીસ દ્વારા છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:56 pm IST)