Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જુનાગઢમાં દોઢ લાખના દારૂ સાથે ૬ ઝડપાયા

જુનાગઢ તા. ૧૬ : રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્‍તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે.કા.પ્રવૃતિને સંપૂર્ણ ડામી દેવા સુચના કરેલ હોય જે અન્‍વયે ક્રાઇમ બ્રાન્‍ચ જુનાગઢના પો.ઇન્‍સ એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ્‍ટેશના માણસો સતત પ્રયત્‍નશીલ હોય. દરમ્‍યાન પો.સ.ઇ. ડી.જ.બડવા તથા પો.કોન્‍સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા તથા ભરતભાઇ સોનારાને હકીકત મળેલ કે. યોગેશ હરજીવનભાઇ પરમાર રહે. જુનાગઢ ઇન્‍દ્રેશ્વર રોડ સ્‍વામીનારાયણ સોસા. દોલતપરા વાળાએ દારૂનો જથ્‍થો મંગાવેલ છે અને આ જથ્‍થો તે હાલ તેના માણસો વિશાલ માંડવીયા સહીતનાઓ સાથે મળી જુનાગઢ દિપક પેટ્રોલ પંપની બાજુમાં કાંતી મસાલા વાળી ગલીમાં પાટીદાર એગ્રે. નામના કારખાનાની બાજુમાં આવેલ પ્‍લાસ્‍ટીકના ભંગારના ગોડાઉનમાં કટીંગ કરે છે અને હાલ તેની આ પ્રવૃતિ ચાલુ છેતેવી હકિકત આધારે તપાસ કરતા (૧) વિશાલ કિશોરભાઇ માંડવીયા કોળી ઉ.ર૪ રહે. વાંજાવાડ, પતરાવાલા ડેલામાં, (ર) ધર્મેન્‍દ્ર રણછોડભાઇ ભીડોરીયા કુંભાર ઉ.ર૭ રહે. કડીયાવાડ, કામદાર સોસા.ચુનાની ભઠ્ઠી પસો (૩) અજય નાનજીભાઇ ગોહેલ ખાંટ દરબાર ઉ.ર૭ રહે.વીજાપુર ગામ શંકર મંદિર પાસે, (૪) સંજય ભીખુભાઇ દેવધરીયા ખાંટ દરબાર ઉ.૩૭ રહે. કામદાર સોસા. ચુનાની ભઠ્ઠી પાસે કડીયાવાડ જુનાગઢ (પ) સચીનકુમાર જયકુમાર યાદવ, ઉ.ર૪ રહે. ગહેતોલી નીર્મલ તા. આત્રોલી જી. આલીગઢ રાજય - યુ.પી. (૬) બાબુભાઇ મગનભાઇ પરમાર કુંભાર ઉ.પર રહે. દોલતપરા કાંતી મસાલા વાળી ગાલીમાં પુનમ ઓઇલ મીલને મેકડોવેલ્‍સ નં.૧ કલાસીક વ્‍હીસ્‍કી ૧૮૦ એમ.એલ.નીપેટી નંગ-પ છુટી બોટલ સહિત બોટલ નંગ ર૩૮ કિ. રૂા.ર૩.૮૦૦, મેકડોવેલ્‍સ નં.૧ કલાસીક વ્‍હીસ્‍કી ૭૦પ એમ.એલ. પેટી નંગ-પ બોટલ નંગ-૬૦ કિ. રૂા.રર,પ૦૦, ઓલ સીઝનસ ગોલ્‍ડન કલેકશન વ્‍હીસ્‍કી પેટી નંગ-પ બોટલ નંગ ૬૦ કિ. રૂા.ર૪,૦૦૦, મેઝીક મોમેન્‍ટ ગ્રેન વોડકા ૭પ૦ એમ.એલ.પેટી નંગ ૯ તથા છુટી બોટલ નંગ-૯ કુલ બોટલ નંગ કુલ બોટલ નંગ ૧૧૭ કિ. રૂા.૪૬,૮૦૦, ખાદ્ય ડુંગળીના કટ્ટા નંગ-૬૩, ટ્રક રજી.નં.એમએચ ૧૮-એએ ૮૦૧ર કિ. રૂા.૭,૦૦.૦૦૦ મોબાઇલ ફોન ૩ કિ. રૂા.૩૦,૦૦૦ રોકડા રૂા.૬પ,૦૦ મળી કુલ કી. રૂા. ૮.પ૩.૬૦૦ સાથે ઝડપી લીધો છે.

(1:23 pm IST)