Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

પોરબંદર કરતાં ભાવનગરના ઉમેદવારની લીડ વધુ હશે: કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો વિશ્વાસ

ભાવનગર બોટાદ લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા તેમનું નામાંકન પત્ર ભર્યું

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગરના ભાજપના ઉમેદવારની આજે જંગી જાહેરસભા યોજાઈ હતી .જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એ જણાવ્યું હતું કે પોરબંદર કરતાં ભાવનગરના ઉમેદવાર ની લીડ વધુ હશે. 

   ભાવનગર બોટાદ  લોકસભાના ભાજપના ઉમેદવાર  નિમુબેન બાંભણીયા તેમનું નામાંકન પત્ર ભર્યું હતું . તે પૂર્વે સવારે ૧૧-૧૫ કલાકે ક્રેસન્ટ પાસે આવેલ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્રિકેટના મેદાન ખાતે સભાનું આયોજન કરવામાં આવેલ .ત્યાર બાદ રેલી સ્વરૂપે હલુરિયા ચોક, ઘોઘાગેટ, મોતિબાગ રોડ થઈને કલેક્ટર કચેરી ખાતે નામાંકન રજૂ કર્યું હતું.
   આ નામાંકન પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખભાઇ માંડવીયા, ક્લસ્ટર પ્રભારી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ  ભારતીબેન શિયાળ, લોકસભાના પ્રભારી  બ્રજેશભાઈ મેરજા સહિત ભાવનગર બોટાદ જિલ્લા અને મહાનગરના અધ્યક્ષઓ, મહામંત્રીઓ સહિત શહેર અને જિલ્લા સંગઠન, વિવિધ વિધાનસભાના ધારાસભ્યઓ, શહેર- જિલ્લાના વર્તમાન અને પૂર્વ લોકપ્રતિનિધિઓ, લોકસભાના મધ્યસ્થ અને સાતેય વિધાનસભા કાર્યાલયના હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો અને બુથ સ્તરના પ્રમુખો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.
  ભાજપની જંગી જાહેર સભામાં ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પોરબંદર કરતા ભાવનગરના ઉમેદવાર વધુ લીડ થી વિજેતા બનશે.

  આ સભામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અને પોરબંદર ના ભાજપના ઉમેદવાર ડો. મનસુખભાઈ  માંડવીયાએ પણ પોરબંદર કરતાં ભાવનગરના ભાજપના ઉમેદવાર નિમુબેન વધારે લીડ થી વિજેતા બનશે તેવી શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાં નવસારી ,ગાંધીનગર બાદ ભાવનગર ના ઉમેદવાર ત્રીજા ક્રમની લીડ થી વિજેતા થશે તેમ પ્રવચનમાં જણાવ્યું હતું.
ભાજપની આ સભામાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ,સેજલબેન પંડ્યા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો બહોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

   
(6:39 pm IST)