Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કેશોદના કેવદ્રામાં સ્‍મશાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમે આગને કાબૂમાં લીધી

 

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૬ : કેશોદ નજીક આવેલા કેવદ્રા ગામે અગમ્‍ય કારણોસર સ્‍મશાનમાં આગ લાગવાની ઘટના બનતાં કેશોદ નગરપાલિકા સંચાલિત ફાયરબ્રિગેડના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં તાત્‍કાલિક ફાયરબ્રિગેડની ટીમ કેવદ્રા ગામે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. કેશોદના કેવદ્રા ગામે રાત્રીના આઠેક વાગ્‍યા આસપાસના સમયે આગની જ્‍વાળાઓ સ્‍મશાનમાં દેખાતાં ગ્રામ્‍ય જનો દોડી આવ્‍યા હતા અને કેશોદ ફાયર બ્રિગેડને જાણ કરી રાહ જોયા વગર આગ બુઝાવવા કામે લાગી ગયાં હતાં.  કેશોદના કેવદ્રા ગામે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કેશોદના કેવદ્રા ગામે સ્‍મશાનમાં લાગેલી આગ ને કેશોદ ફાયર બ્રિગેડની ટીમ અને કેવદ્રા ગામનાં રહીશોએ સાથે મળીને બુઝાવી વધુ થતું નુકસાન અટકાવ્‍યું હતું. કેશોદના કેવદ્રા ગામે સ્‍મશાનમાં લાગેલી આગનું કારણ જાણવા મળ્‍યું નથી.

(1:38 pm IST)