Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મોરબી એલસીબીએ રાજકોટના ચોરાઉ બાઇક-કેબલ સાથે નવઘણને ઝડપી લીધો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ ચોરાઉ બાઇક અને કેબલ સાથે નજરઁે પડે છે. (તસ્‍વીર : પ્રવીણ વ્‍યાસ)

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૬ : મોરબી એલસીબી ટીમે મોરબી-જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસેથી ચોરાઉ બાઈક અને કોપર કેબલ સાથે નીકળેલા શખ્‍સને અટકાવી ઝડપી લીધો હતો.

-ાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલા સત્‍યમ વે-બ્રિજ પાસે મોટર સાયકલની ટાંકી પર બાચકુ લઈને પસાર થઈ રહેલા નવઘણ મફાભાઈ મંદુરીયા (ઉં.વ. ૨૪, રહે. ગામ ભગુપુર, તા- ચુડા, જિ. સુરેન્‍દ્રનગર)ને અટકાવી પૂછપરછ કરી તપાસ કરતાં આ મોટર સાયકલ જીજે-૦૩-એલજે-૬૪૫૦ રાજકોટ સિટી બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી ચોરી થયેલું હોવાનું જાણવા મળ્‍યું હતું. સાથે જ બાચકામાં રહેલો કોપર વાયર પણ પાવડીયારી કેનાલ પાસે આવેલા લેમલ કારખાનામાંથી ચોરી કરેલો હોવાનું કબૂલ્‍યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ૨૬ કિલો કોપર વાયર અને મોટર સાયકલ મળી કૂલ ૪૬,૯૦૦ના મુદ્દામાલ સાથે શખ્‍સને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(12:01 pm IST)